GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જનનાયક બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી પ્રસંગે “આપ” ના પ્રદેશ નેતા દિનેશ બારીઆએ બિરસા મુંડાજી ને પુષ્પાંજલિ કરી.

 

તારીખ ૧૭/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જનનાયક બિરસા મુંડાજી ની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર ભારતમાં ઊજવણી કરવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆએ આજે નેત્રંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ભગવાન બિરસા મુંડાજી ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી તેઓએ તેમની પ્રતિક્રિયા દ્વારા જણાવ્યું હતું કે, બિરસા મુન્ડાજીએ સૌથી પહેલા દેશની વિભાવનાને સાર્થક કરી આજનો દિવસ સમગ્ર જનજાતિઓ માટે ગૌરવનો દિવસ છે તેમ કહી બિરસા મુંડાજીના જીવન દર્શનનો પરીચય આપતા જણાવ્યું હતું કે,હાલના ઝારખંડમાં રાંચી નજીક આવેલા ઉલીહાત ગામમાં સુગના મુંડા અને કરમી મુંડાને ઘરે બિરસા મુન્ડાનો જન્મ ૧૫ નવેમ્બર, ૧૮૭૫માં થયો હતો.પહેલેથી જ તેમના મનમાં બ્રિટિશ શાસકો સામે રોષ હતો.જેથી ૧ આક્ટોબર ૧૮૯૪ના દિને તેમણે નવ યુવાન નેતાના રુપમાં બધા મુન્ડાઓને એકત્ર કરી અંગ્રેજો સામે લગાન માફ કરાવવા પ્રથમ આંદોલન શરુ કર્યુ હતુ. ૧૮૯૫માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર બાદ તેમને બે વર્ષની સજા પણ કરવામાં આવી હતી. દુષ્કાળમાં તેમણે સમાજના લોકોની અભુતપૂર્વ સેવા કરતા તેમને ધરતી આબાનુ બિરુદ મળ્યુ હતુ. ત્યાર બાદ તેમણે અંગ્રેજો સામે જંગ છેડી હતી અને ૧૮૯૭ થી ૧૯૦૦ ના વર્ષ સુધી અંગ્રેજો અને બિરસા મુન્ડાજી તેમના શિષ્યો વચ્ચે યુધ્ધ ચાલતુ જ રહ્યું હતુ. ત્યાર બાદ તેમણે બિરસા મુન્ડાએ જાતે ધરપકડ વ્હોરી લીધી હતી અને ૯ જુન, ૧૯૦૦ના રોજ તેમણે કારાગારમાં રહસ્યમય રીતે અંતિમ શ્વાસ લીધા હતા.આટલા સૂરવીર હોવા છતાં તેમની ઓળખ આદિજાતી પુરતી સિમિત ન રાખતા તેમને વૈશ્વિક ઓળખ આપવાની આપની સૌની ફરજ બની છે. આજના દિવસને જન જાતિ ગૌરવ દિન તરીકે ઉજવવાનુ સરકારે જાહેર કર્યું છે. તેનાથી સમગ્ર સમાજને ગૌરવ પ્રાપ્ત થયુ છે અને જનજાતિ સમાજ જેમને ભગવાન માને છે તેવા બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ, શ્રધ્ધાંજલી આપવા માટે આજે ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા દ્વારા નેત્રંગ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં લાખો લોકો પોતાના જનનાયક ને ભાવાંજલિ આપવા સ્વયંભૂ ઉમટી પડ્યા છે.આજનો દિવસ યુવાનો માટે પ્રેરણા રુપ છે કારણ કે બિરસા મુન્ડાએ જે બલિદાન આપ્યુ છે તે દેશ સેવા માટે યુવાધનને નવુ જોમ પુરુ પાડે છે. સૌથી પહેલા દેશની વિભાવનાને સાર્થક કરતુ તેમનુ જીવન માત્ર જન જાતિઓ નહી પરંતુ સમગ્ર દેશ માટે દીવાદાંડી સમાન છે. આજે જનનાયકને સાચી શ્રધ્ધાંજલિ મળી છે અને સમગ્ર દેશને તેમની સાચી ઓળખ મળી છે.કારણ કે તેમનુ ભારતની આઝાદીમાં અનન્ય યોગદાન રહેલુ છે તેમ કહ્યું હતું અને ભગવાન બિરસા મુંડાજીને યાદ અને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!