સુરેન્દ્રનગર મનપા દ્વારા શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ

તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અમર શહીદ વીરોની સ્મૃતિમાં શહીદ દિવસ (માર્ટર્સ ડે) નિમિત્તે ૩૦મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મહાનગરપાલિકા દ્વારા સાયરન વગાડવામાં આવ્યું હતું આ સંકેત સાથે જ તમામ કાર્યાલયોમાં કામકાજની ગતિ તેમજ વાહન વ્યવહારને બે મિનિટ પૂરતો રોકી દેવામાં આવ્યો હતો અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા મહાનગર પાલિકા દ્વારા સ્વદેશ માટે પ્રાણનું બલિદાન આપનારા શહીદ વીરો પ્રત્યેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બે મિનિટ દરમિયાન નાગરિકો, કર્મચારીઓએ શાંતિથી ઊભા રહીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા આવા રાષ્ટ્રીય મહત્વના દિવસોને યાદ રાખીને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવા અને શહીદોના બલિદાનને સલામ કરવામાં આવી હતી.




