GUJARATJETPURRAJKOT

“નેશનલ સ્પોર્ટસ ડે” નિમિત્તે ધોળકિયા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ ખાતે રમત-ગમત સાથે સંકળાયેલા વ્યક્તિ-વિશેષનું સન્માન કરાયું

તા.૨૯/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ખેલરત્ન મેજર ધ્યાનચંદની ૧૧૮મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગાંધીનગર તથા ક્રીડા ભારતી, રાજકોટ દ્વારા સંયુક્ત રીતે “નેશનલ સ્પોર્ટસ ડે” નું આયોજન ધોળકિયા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બાસ્કેટબોલ હેડ કોચ શ્રી પ્રકાશભાઈ પાણખાણીયા, જુડો હેડ કોચ શ્રી વ્રજભૂષણ રાજપૂત, રમત-ગમત એક્સપર્ટ શ્રી મનીન્દર કશ્યપ અને વ્યાયામ મંડળના પ્રમુખ અને લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી ભરતસિંહ પરમારનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતા.

આ તકે ક્રીડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ શ્રી મનેષભાઈ મદેકા, ક્રીડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રીશ્રી અશોકભાઈ ગાંધી, ડો. છગનભાઈ કગથરા, શ્રી પીનાકીનભાઈ રાજ્યગુરૂ, શ્રી નિલેશભાઈ રાજ્યગુરૂ, પ્રકાશભાઈ જોષી, રાજ્ય રમતગમત પરિષદ ગાંધીનગરના પૂર્વ સચિવ શ્રી મનસુખભાઈ મણવર, જિલ્લાકક્ષાની રમત-ગમત સ્કુલના ડાયરેક્ટર શ્રી ઈમરાન પઠાણ, ધોળકીયા સ્કૂલના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ધોળકીયા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમાબેન મદ્રા, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના કોચ, અને તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!