KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકોએ રક્ષાબંધન ની ભવ્ય ઉજવણી કરી

તારીખ ૧૮/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં બાલમંદિર થી ધોરણ એક થી પાંચના નાના-નાના ભૂલકાઓ દ્વારા સનાતન ધર્મની ભાવના સાથે તમામ બાળકોએ ભેદભાવ વિના ખૂબ જ ઉત્સાહપૂર્વક રાખડી જાતે બનાવીને બીજા દિવસે દીકરીઓએ દીકરાઓને પોતાના ભાઈ માની દિકરાઓને રાખડી બાંધી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી જ્યારે મંડળ દ્વારા બાળકોમાં ઉત્સાહ વધે ભાઈચારની ભાવના રહે માટે દરેક બાળક ને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી બાળકોનો ઉત્સાહ જોઈને મંડળનો ઉત્સાહ બાળકો માટે નો પ્રેમ અને ઘર સમાન વાતાવરણમાં નાના નાના બાળકોએ સૌના મન જીતી લીધા અને એકતામાં અનેકતા સાથે સનાતન ધર્મ એક પરીવાર ભાવના સાથે રંગોમાં રંગાઈને નાના નાના ભૂલકાંઓએ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી હતી.






