વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેદસ્વિતા મુકત યોગ શિબિર આગામી તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓકટોબર દરમિયાન યોજાનાર છે. યોગ શિબિરનો ઉદઘાટન સમારોહ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૬-૩૦ કલાકે ઝાંઝરડા રોડ, સાઇબાબા મંદિરવાળી ગલી, જલારામ નગર, કોમન પ્લોટ ખાતે અને રાજરત્ન ભવન, મધુરમ ગેટની બાજુમાં યોજાશે.રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતા થી મુક્ત રહે એ માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ છે ગુજરાત સરકારશ્રીના સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિવિધ સ્થળોએ યોગ શિબિર શરૂ હોય છે.વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતના ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વીતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેને અનુલક્ષીને જૂનાગઢમાં પણ યોગ શીબિર યોજાશે.આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઈ રીતે દૂર કરી શકાય તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેથી માહિતગાર કરવામાં આવશે.આ કેમ્પ મર્યાદિત સંખ્યામાં કરવાનો હોવાથી લાભાર્થીઓએ વ્હેલાસર પોતાનું રજીસ્ટ્રેશન તથા નામ નોંધાવવા મો- ૯૦૯૯૦૨૯૫૬૧, ૯૯૨૫૬૯૫૧૭૮ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ