રામ નવમી નિમિતે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડની આગેવાની હેઠળ ફુટ માર્ચ યોજાઇ, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ દ્વારા સધન તપાસ યોજાઇ.

તારીખ ૨૬/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
રામનવમી ના પર્વની તૈયારીઓની વચ્ચે આજરોજ કાલોલ પોલીસ સ્ટેશન ના સિનિયર પીઆઇ આર.ડી ભરવાડ , પીએસઆઈ એલ એ પરમાર, પોલીસ સ્ટાફ જવાનો એ પોલીસ મથકે થી ફુટ માર્ચ યોજી હતી જે સમગ્ર કાલોલ નગરમાં ફરી પોલીસ સ્ટેશન ખાતે પરત આવી હતી.રામજી મંદિર થી નીકળનાર શોભાયાત્રા ના રૂટ નુ નિરીક્ષણ કરી ફુટ માર્ચ કર્યું. પોલીસ ટીમ સાથે બોંબ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ ની ટીમ દ્વારા પણ સમગ્ર રૂટ નુ નિરીક્ષણ કરી મહાલક્ષ્મી મંદિરમાં તેમજ ધર્મસભા સ્થળ ઉપર સ્ટેજ ની તમામ જગ્યાનુ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.શોભાયાત્રા દરમ્યાન જરૂરી પોઈન્ટ ની ચકાસણી અને ખાસ કરીને રામનવમીની શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર પોલીસ દ્વારા વિશેષ ચકાસણી અને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. માર્ગ દરમિયાન સ્થાનિક નાગરિકો ને શાંતિ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી.જેથી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તે માટે પોલીસે વિવિધ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી, સીસીટીવી મોનિટરિંગ અને પેટ્રોલિંગને વધુ સક્રિય બનાવ્યું છે અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.









