DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ખાતે HPV રસીકરણનો પ્રારંભ

તા.૧૨.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbaગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ખાતે HPV રસીકરણનો પ્રારંભ

કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા ખાતે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ RCHO  ડૉ. અશોક ડાભી તેમજ પાંચવાડા, સાહડા અને દેવધા ગામના સરપંચઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ દરમિયાન 14 વર્ષની કુલ 20 બાલીકાઓને HPV રસી આપવામાં આવી હતી. બાલીકાઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વાલીઓનો પણ સારો સહયોગ અને સમર્થન મળ્યું હતું, જે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું.HPV રસી ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે સુરક્ષિત અને અસરકારક રસી છે. આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય વયની તમામ બાલીકાઓને આ રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાલીઓ અને બાલીકાઓને HPV રસી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાના મેડિકલ ઓફિસર, CHO, MPHW, FHW તેમજ ASHA કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પોતાની બાલીકાઓને HPV રસી જરૂર લેવડાવે અને ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરે.

Back to top button
error: Content is protected !!