GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સાંસદ રાજપાલસિંહ જાદવે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ની મુલાકાત કરી લોકોની રજુઆત સાંભળી.

તારીખ ૧૭/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
“જનતાના પ્રશ્નોનું નિરાકરણ એજ અમારો ધ્યેય” એ ઉક્તિ ને યથાર્થ કરતા આજ રોજ ૧૮ પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે કાલોલ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પોતાની રજૂઆતો અને પ્રશ્નો લઈ પધારેલા નાગરિકો સાથે મુલાકાત કરી.રજૂઆતોને ધ્યાને લઈ તમામ પ્રશ્નોના ઝડપી નિવારણ માટેનું આશ્વાસન આપ્યું.તથા કાલોલ મામલતદાર કચેરી ની મુલાકાત લઈ ચાલી રહેલ વિવિધ કામગીરીની સમીક્ષા કરી તેમજ લોકોને સેવાઓ વધુ ઝડપથી મળે તેવી સંબધિત કર્મચારીઓ તથા અધિકારઓને સૂચના કરી.







