DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં મોહમ્મદ પયગંબર સાહેબના જન્મજયંતિ નિમિત્તે શહેરમાં ભવ્ય જુલૂસ નીકળ્યું પોલીસ ચુસ્તબંદોબસ્ત વચ્ચે 

દાહોદમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી: કાયદો અને વ્યવસ્થા જાળવવા લોખંડી પોલીસ બંદોસ્ત

તા.૨૬.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં મોહમ્મદ પયગંબર સાહેબના જન્મજયંતિ નિમિત્તે શહેરમાં ભવ્ય જુલૂસ નીકળ્યું પોલીસ ચુસ્તબંદોબસ્ત વચ્ચે

દાહોદમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી: કાયદો અને વ્યવસ્થા જાળવવા લોખંડી પોલીસ બંદોબસ્ત દાહોદ શહેરમાં આજે પેગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મજયંતિ પર્વ એટલે કે ‘જશ્ને ઈદ-એ-મિલાદુન્નબી’ની મુસ્લિમ સમાજ દ્વારા ભારે ભક્તિભાવ, શ્રદ્ધા અને અપ્રતિમ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસર પર સમગ્ર શહેરનું વાતાવરણ ઇસ્લામિક ઝંડાઓ અને આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.શહેરમાં નીકળ્યું ભવ્ય જુલૂસઆ પવિત્ર પર્વ નિમિત્તે દાહોદ શહેરના વિવિધ માર્ગો પરથી મૌલાનાઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં એક આકર્ષક અને ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો જોડાયા હતા. જુલૂસ દરમિયાન પેગંબર સાહેબના સન્માનમાં પઢવામાં આવતી નાત-એ-શરીફ અને દરુદ-ઓ-સલામના સૂરોથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો. મસ્જિદો અને ઘરોને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા હતા.પોલીસનો ચુસ્ત બંદોબસ્તતહેવારની શાંતિપૂર્ણ અને સુચારુ ઉજવણી માટે દાહોદ પોલીસ તંત્ર દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારો અને જુલૂસના માર્ગો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ પહેરો તૈનાત રહ્યો હતો. કોમી એકતા, અમન અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે સમગ્ર દાહોદ શહેરમાં ઈદ-એ-મિલાદુન્નબીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!