પેગંબર સાહેબના જન્મ દિન ના ૧૫૦૦ મી યૌમે વીલાદતના મોકા પર જુમ્મા મસ્જીદ ના ઈમામ મદીના ની પવિત્ર યાત્રા માટે રવાના.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાંથી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી સાથે તેમના માતાપિતા ઉપરાંત તેમના પત્ની અને બાળકો સાથે યાદગાર સફરમાં ભારે ઉત્સાહ અને ઉમંગભેર પેગંબર મોહંમદ (સ.અ.વ.)સાહેબના જન્મ દિન ના ૧૫૦૦ મી યૌમે વીલાદતના અનમોલ અવસર પર મીની હજયાત્રા (ઉમરા) માટે પોતાના કબીલા સાથે કાલોલથી પોતાના વતન પ્રાંતિજ થઇ વાયા અમદાવાદ થઈ વડોદરા શહેર સ્થિત ગૌષીયા ટ્રર એન્ડ ટ્રાવેલ્સ ની રાહબરી હેઠળ મદીના અને ત્યારબાદ મક્કા શરીફ રવાના થશે. મક્કા અને મદીના માટે મીની હજયાત્રા માટે જતા કાલોલના મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જીદના ઇમામ સહિત અન્ય યાત્રિકોનું આજરોજ બપોરે નગરજનો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી અને ગતરોજ મોડી રાત્રીએ મસ્જિદના ઇમામ સીબતૈનરઝા અશરફી સહિત સાતથી આઠ મુસ્લીમ બિરાદરો મીની હજયાત્રિક જતા આ યાત્રિકોને મુસ્લિમ સમાજે ફૂલહારથી સ્વાગત કરવા કાલોલ સ્થિત જુમ્મા મસ્જીદના પ્રાંગણ ખાતે બધા એકત્રિત થયા હતા અને તમામ લોકોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરી અને દુવા કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી જ્યારે પોતાના પૂર્વજો અને મિત્રમંડળ દ્વારા તેઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;





