GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણના સ્થાપના દિવસ નિમિત્તે બગીચાનું લોકાર્પણ અને ભોગાવો નદીની મહા આરતી કાર્યક્રમ યોજાયો હતો.

મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

તા.29/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને વઢવાણ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ ધરમ તળાવ ખાતે યોજાયો હતો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે ધરમ તળાવ ખાતે ₹358.94 લાખના ખર્ચે નવીનીકરણ પામેલા ઠાકોર સાહેબ દાજીરાજસિંહજી પાર્કનું લોકાર્પણ અને તકતી તથા ઠાકોર સાહેબ દાજીરાજીસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ધરમ તળાવએ ઐતિહાસિક તળાવ છે ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે મહત્વ ધરાવતા પહેલાના વર્ધમાનપુરી એટલે કે આજના વઢવાણની ઓળખ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના હિતમાં આ પાર્કનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જે વઢવાણના નાગરિકો માટે એક આધુનિક અને સુંદર જાહેર સ્થળ તરીકે ઉપયોગી થશે ઠાકોર સાહેબ દાજીરાજસિહજીની પ્રતિમાં આ પાર્ક અને ધરમ તળાવની શોભા વધારશે આજથી લોકો આ પાર્કને ઠાકોર સાહેબ દાજીરાજ સિહજી પાર્કના નામથી ઓળખશે વધુમાં નાયબ મુખ્ય દંડકએ ઉમેર્યું હતું કે શહેરીજનો કસરત કરી શકે કુદરતી વાતાવરણનો આનંદ માણી શકે એ માટે આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસ માટે 400 કરોડથી વધુની ગ્રાન્ટ આપી છે ત્યારે 1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસ કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું છે ધોળીપોળ દરવાજો અને હવામહેલનું નવીનીકરણ કરવામાં આવશે તેમજ રુપિયા 10 કરોડના ખર્ચે બોડાતળાવનું બ્યુટિફિકેશન જેવા અનેક વિકાસના કામો કરવામાં આવશે તથા રૂપિયા 46 કરોડના ખર્ચે રિવરફ્રન્ટને ગેબનશાપીર સુધી લંબાવવામાં આવશે આમ અનેકવિધ વિકાસ કામોનું ખાતમૂર્હૂત કરી અમે વિકાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સર્વાંગી વિકાસની વાત કરતા હતા આજે તેઓ વડાપ્રધાન છે અને સર્વાગી દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ પણ નાયબ દંડકએ ઉમેર્યું હતું વધુમાં નાયબ દંડકએ વઢવાણના ઈતિહાસ વિશે વાત કરતા રાણકદેવીનું મંદીર, મહાવીર સ્વામીના પગલાં, ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર, હવામહેલ, માધાવાવ, ધોળીપોળ ગેટ, અને ધરોહર સમી પોળના નામનો ઉલ્લેખ કરી બાર બાર વરસે નવાણ ગળાવ્યાં હતાં નવાણે નીર નો આવ્યાં જી રે ! તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોવરાવો જી રે ! પંકિત ગાઈ ઠાકોર સાહેબ દાજીરાજસિંહજીના પ્રજા પ્રત્યેના પ્રેમનો દાખલો આપી ઠાકોર સાહેબ પ્રજાવત્સલ રાજા હોવાની વાત કરી હતી આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ વઢે પણ વેરે નહીં એ વઢવાણ કહી વઢવાણએ ઐતિહાસિક નગર છે અને વઢવાણના લોકોમાં અહીં સંસ્કૃતિ વર્તાઈ આવે છે અહીંના લોકો લાગણીશીલ છે તેમ જણાવ્યું હતું આ તકે ઠાકોર સાહેબ દાજીરાજસિંહજીના પૌત્ર શ્રી સિદ્ધાર્થસિંહજીએ પાર્કના નવીનીકરણ અને ઠાકોર સાહેબની પ્રતિમાના અનાવરણ બદલ મહાનગર પાલિકાને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં તેમણે ઠાકોર સાહેબના અંગત જીવન વિશે વાત કરતા ઠાકોર સાહેબ શિક્ષણ અને પર્યાવરણ પ્રેમી હતા તેમ કહ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ઉપસ્થિત મહાનુભાવનાએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામની ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની પાંચ ગાડીઓને લીલી ચંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મહત્વનું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 44 જેટલી ગાડીઓ ચાલી રહી છે ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ પાંચ ગાડીનો સમાવેશ કરવામાં આવતા હવે 49 જેટલી ગાડી દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઈચા. મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી કે.એસ.યાજ્ઞિક, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે.કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી, યુવરાજ સાહેબ સિદ્ધાર્થસિંહજી વિરેન્દ્રભાઈ આચાર્ય, ડો.રુદ્રરાજસિંહ ઝાલા સહિત સર્વ સમાજના અગ્રણીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!