વિશ્વ મહિલાદિન નિમિત્તે કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

તારીખ ૦૮/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ તારીખ ૦૮/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વક્તા તરીકે પંચમહાલ જિલ્લા પતંજલી યુવતી પ્રભારી તેમજ કાલોલ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના શિક્ષક ભગિનીઓ,તાલુકા પંચાયત ની કર્મચારી બહેનો, કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા,તાલુકા ભાજપના મહિલા પ્રમુખ ચેતનાબેન ઠાકોર,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ,ભાજપ યુવા મોરચા ના મહામંત્રી હર્ષ વ્યાસ તથા અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મહામંત્રી રમેશભાઈ પટેલ,જિલ્લા મહાસંઘ ના ઉપાધ્યક્ષ અજીતસિંહ સોલંકી તેમજ સંગઠનના હોદ્દેદારો અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહીને માતૃશક્તિના ગૌરવ સમાન આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન ઝાંખરીપુરા શાળા ના શિક્ષિકા હિરલબેન પટેલ તેમજ સી.આર.સી કૉ. ઓ નયનાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.






