GANDHIDHAMGUJARATKUTCH

“સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત એકદિવસ, એકકલાક, એકસાથ” શ્રમદાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૨૫ સપ્ટેમ્બર : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત “એકદિવસ, એકકલાક, એકસાથ” કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ. જે કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા સર્કલથી શિણાય મુખ્ય માર્ગ ની સફાઈ કરવામાં આવેલ. જે કાર્યક્રમ ને સફળતાપૂર્વક પ્રોત્સાહન આપવા માટે માન.ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માન. કમિશનર મનીષ ગુરવાની તથા SBM દ્વારા નિયુકત નોડલ અધિકારી એમ.આઈ શાહ દ્વારા સ્વચ્છતા ઝુંબેશનું સુભારંભ કરવામાં આવેલ આ ઝુંબેશ માં બહોળી સંખ્યામાં મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી તથા નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!