સુરેન્દ્રનગર મનપા ખાતે એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો
80 ફૂટ રોડ પર વિરા હોટેલથી અલ્ટ્રાવિઝન સ્કૂલ સુધી સામૂહિક શ્રમદાન કરાયું.
તા.25/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
80 ફૂટ રોડ પર વિરા હોટેલથી અલ્ટ્રાવિઝન સ્કૂલ સુધી સામૂહિક શ્રમદાન કરાયું, “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે “એક દિવસ, એક કલાક, એક સાથે” આધારિત સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમનું યોજાયો હતો આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ લઈને શ્રમદાનની શરૂઆત કરી હતી આ અંતર્ગત 80 ફૂટ રોડ પર વિરા હોટેલથી અલ્ટ્રાવિઝન સ્કૂલ સુધી શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો, મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” થીમ હેઠળ વિદ્યાર્થીઓ, શહેરીજનો અને અધિકારીઓ – કર્મચારીઓએ સામૂહિક શ્રમદાન કર્યું મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણે અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાએ સ્વયં સફાઈ કરીને શહેરીજનોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો તેમણે શહેરીજનોને સુરેન્દ્રનગર શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી વધુમાં તેમણે શહેરમાં કચરો ફેંકનારાઓને રોકવા અને ગંદકી કરનારાઓના ફોટો મહાનગરપાલિકા કચેરીમાં મોકલવા જણાવ્યું હતું તેમણે એમ પણ જણાવ્યું હતું કે શહેરમાં છાણ ખાતર કે માટીના ઢગલા કરનાર તેમજ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અથવા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે આ સામૂહિક સફાઈ ઝુંબેશમાં શાળાના વિદ્યાર્થીઓ, મહાનગર પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, શહેરીજનો અને સફાઈ કર્મચારીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.