“જામનગરના સદભાગ્ય-૧૦ પૈકી એક આ નગર મેરેથોન માટે પસંદ થયુ”
નશામુક્તિ તેમજ ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં યોજાશે મેરેથોન.
જામનગર (ભરત ભોગાયતા)
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મેરેથોનનું આયોજન થયુ છે
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે, સમગ્ર ભારતમાં ૭૫ મેરેથોન દૌડ નું આયોજન કરવામાં આવેલ છે, જે પૈકી સહુ થી વધુ મેરેથોન યુ.પી અને ગુજરાતમાં ૧૦ શહેરો માં મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વલસાડ, આણંદ, જૂનાગઢ, જામનગરમાં આયોજન કરવામાં આવેલ છે. દરેક દૌડ માં ૧૦૦૦૦ લોકો જોડાશે. જામનગરના સદ્ભાગ્ય છે કે એ ૧૦ શહેરો પૈકી એક મેરેથોનની જવાબદારી જામનગર શહેરને સોંપવામાં આવી છે. નશા મુક્તિ અને ફિટ ઇન્ડિયા મેરેથોનનો મુખ્ય ઉદેશ છે.
ગુજરાત સ્તરે પાર્થિવ પટેલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર છે તો જામનગર માં યોજાવા જઈ રહેલ મેરેથોન માટે અંડર ૧૯ ક્રિકેટ ટિમ કૅપ્ટન જય રાવલિયા તથા કોમન વેલ્થ, ગોલ્ડ મેડલ મેળવનાર જીલ મકવાણાને જામનગર સ્તરે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલ છે. નશામુક્તિ તથા ફિટ ઇન્ડિયા ના મુખ્ય ઉદેશ સાથે આ મેરેથોન નું આયોજન કરવામાં આવનાર છે. જેનો રૂટ પ્રારંભ લાલ બંગલૉ થી ગુરુદ્વાર ચોકડી – દાંડિયા હનુમાન – વાલ્કેશ્વરી – શરૂ સેક્શન રોડ – સાત રસ્તા – લાલ બંગલૉ સુધી રહેશે. આ તબ્બકે જામનગર શહેર ના દરેક નાગરિક, સામાજિક સંસ્થા, યુવાઓ, સેનાકર્મીઓ સહીતના લોકો મેરેથોનમાં જોડાશે. રજીસ્ટ્રેશન કરનાર દરેક ને ટી – શર્ટ આપવામાં આવશે, તો જામનગરના તમામ નાગરિકોને વધુ માં વધુ રજીસ્ટ્રેશન કરાવવા યુવા મોરચા તથા ભાજપ શહેર અધ્યક્ષ દારા જાહેર અપીલ કરવામાં આવે છે. ૨૧-૯-૨૦૨૫, સવારે ૫ વાગ્યે – લાલબંગલૉ સર્કલ થી મેરેથોન પ્રસ્થાન કરશે.
લિંક અથવા ક્યુઆર કોડ namoyuvarun.bjymgujarat.org દ્વારા વધુને વધુ રજિસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી તથા કાર્યક્રમ ના ઈનચાર્જ વિજયસિંહ જેઠવા, યુવા મોરચા પ્રમુખ દિલીપસિંહ જાડેજા, યુવા મોરચા મહામંત્રી ચિંતન ચોવટિયા, વિરલ બારડ, બ્રાન્ડ એમ્બેસેડર અંડર ૧૯ ક્રિકેટ ટીમ ના કેપ્ટન જય રાવલિયા, કરાટે કોમન વેલ્થ માં સિલ્વર તેમજ રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ મેળવનાર જીલ મકવાણા કાર્યક્રમ ના સહ ઈનચાર્જ શ્રી સુભાષભાઈ જોશી, ભાવેશ ઠુમ્મર, સહિત મીડિયા સેલ ક્ન્વીનર, ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.