કાલોલ રેફરલ હોસ્પિટલ પાસે અજાણ્યા કન્ટેનર ચાલકે બે બાઇકોને અડફેટે લેતાં બે પૈકી એક બાઇક ચાલકનું મોત એક ઇજાગ્રસ્ત

તારીખ ૧૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ રેફરલ હોસ્પિટલ પાસે આધાર મોલ સામે અજાણ્યા કન્ટેનર ચાલકે પાછળથી બે બાઇકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે પૈકી એક બાઇક ચાલક મહેન્દ્રસિંહ ભુરાભાઇ પગી નું ઘટનાસ્થળ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે એક બાઇક ચાલક નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.પ્રાથમિક માહિતી અનુસાર, કાલોલ રેફરલ હોસ્પિટલ પાસેના હાલોલ-ગોધરા- રોડ પરથી પસાર થતા બે બાઇક ચાલકને અજાણ્યા કન્ટેનર ચાલકે આગળ ચાલતી બે બાઇકો ને અચાનક અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મરણજનાર ની બાઇક નો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બાઇક ચાલક મહેન્દ્રસિંહ ભુરાભાઇ પગી ને ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતું.અકસ્માતની જાણ થતાં જ ટાઉન પોલીસ સ્ટેશનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસે અકસ્માત સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.કાલોલ પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જ્યાં અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે,ત્યારે સ્થાનિક લોકોએ માર્ગ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.






