GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- કોર્ટનો ટ્રીપલ તલાકમાં પ્રથમ ચુકાદો,પત્નીને છૂટાછેડા આપનારા પતિને એક વર્ષની કેદ.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૯.૨૦૨૫

હાલોલ કોર્ટ દ્વારા તા.10/09/2025 ના રોજ સમાજમાં દાખલરૂપ ખૂબ જ ચર્ચિત ત્રિપલ તલ્લાક અંગેના કેસમાં ચુકાદો આપેલ છે.જે મુજબ હાલોલની ફરિયાદી બાઈએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) (૨) સસરા શબ્બીર ઇબ્રાહિમ બાગવાલા (ફ્રૂટવાલા) (૩) સાસુ રશ્મિ શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) (૪) ફરીદા મુસ્તુફા નાથાનાઑ વિરુધ્ધ વર્ષ 2023 માં ફરિયાદીબાઈને જાહેરમાં કાયદા વિરુધ્ધનો ત્રણ વાર તલ્લાક..તલ્લાક…તલ્લાક. શબ્દ ઉચ્ચારી ગેરકાયદેસર તલ્લાક આપેલાની ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામે ગુન્હો નોધી મુસ્લીમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩,૪ તથા આઈ.પી.સી.ની કલમ ૪૯૮ (ક) તથા ૧૧૪ મુજબની એફ.આઈ.આર નોધવામાં આવેલ અને ગુનાના કામે તપાસ પૂર્ણ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલી અને આ કામે ફરિયાદી બાઈ તર્ફે વકીલ સલમાન એમ.મકરાણી વીથ પ્રોસિક્યુશન હાજર થયેલા અને ત્યારબાદ સમગ્ર ટ્રાયલ ચાલી જતાં સદરહુ ગુનામાં હાલોલના જ્યુ.ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જજ શ્રી એચ.એચ. વિશ્નોઈ સાહેબનાઓએ ખૂબજ મહત્વનો ચુકાદો તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ આપી ચુકાદામાં હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટના જજ્મેંટોનો તેમજ કુરાન શરીફમાં તલાક અંગે જણાવવામાં આવેલ સાચા કથનો પોતાના જજમેંટમાં ટાંકયા હતા.સમગ્ર બનાવની વિગત એમ હતી કે આ કામના ફરિયાદી બાઈના લગ્ન તેઓના મુસ્લીમ ધર્મના રીત રીવાજ મુજબ આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) રહે હાલોલનાઓ સાથે થયેલા તે પછી ફરિયાદી બાઈ તમામ આરોપીઑ સાથે એક જ ઘરમાં ભેગા રહેતા હતા.અને છેલ્લા દોઢેક વર્ષથી આરોપીઑ ફરિયાદીને તું કાઇ કામ કરતી નથી બેસી રહે છે અમારા ઘરમાં શોભતી નથી તારા બાપના ઘરે જતી રહે તેમ કહી મેણાં ટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય ફરિયાદી પોતાના પિતાના ઘરે પિયરમાં જતાં રહેલ. ત્યારબાદ આરોપી મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) કહેતા કે તું અમારા લેવલની નથી અમારામાં શોભે તેમ કહી ફરિયાદીબાઈને બધાની હાજરીમાં ત્રણ વખત તલ્લાક..તલ્લાક..તલ્લાક… બોલી તલ્લાક આપી તમામ આરોપીઑએ, ગુનામાં એકબીજાને મદદગારી કરી, મુસ્લીમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩,૪ તથા આઈ.પી.સી. ની કલમ ૪૯૮ (ક) તથા ૧૧૪ મુજબનો ગુનો કરેલ હોઇ સદર ફરિયાદીબાઈની તપાસના આધારે ત.ક.અધિકારીએ તપાસ કરી, લાગતા વડગતા સાહેદોના નિવેદનો લઈ આરોપી સામે પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.બાદ આ કામ દલીલો ઉપર જતાં ફરિયાદીબાઈના તર્ફે વીથ પ્રોસિક્યુશન વકીલ સલમાન એમ. મકરાણી તથા સરકારી વકીલ એન.એસ. પટેલ સાહેબની ધારદાર દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આરોપી પતિ ને સદર ગુનામાં આઈ.પી.સી.ની કલમ ૪૯૮ (ક) મુજબના ગુનામાં આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા ફ્રૂટવાલાને એક વર્ષની સાદી કેદની સજા તથા મુસ્લીમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩,૪ મુજબના શિક્ષાપાત્ર ગુના માટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૨૪૮ (૨) અન્વયે એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ હતો તેમજ આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા)ને બન્નેવ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.ટ્રિપલ તલાક મામલે કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પીડિત યુવતીને ન્યાય અપાવ્યો છે.અદાલતે જણાવ્યું કે ટ્રિપલ તલાક બંધારણીય મૂલ્યોના વિરોધમાં છે અને સ્ત્રીની અસ્મિતા પર ઘા કરે છે. કોર્ટના આ નિર્ણય બાદ મહિલા સંગઠનો અને કાયદા નિષ્ણાતોએ તેને નારી ન્યાય માટે ઐતિહાસિક ગણાવ્યો છે. તેઓનું માનવું છે કે આ ચુકાદો માત્ર એક યુવતી માટે નહિ પરંતુ સમગ્ર સમાજની સ્ત્રીઓ માટે મજબૂત સંદેશ છે.કોર્ટએ સ્પષ્ટ કર્યું કે હવે કોઈપણ પરિસ્થિતિમાં ટ્રિપલ તલાકને કાયદેસર માન્યતા નથી અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.આ ચુકાદા બાદ પીડિતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને જણાવ્યું કે “અદાલતએ અમારા વિશ્વાસને જીવંત રાખ્યો છે.

Back to top button
error: Content is protected !!