GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વાહન વ્યવહાર કચેરી દ્વારા તા. ૧૧ જૂનથી ટુવ્હિલર માટે GJ-03-PG ગોલ્ડન – સિલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન શરૂ

તા.૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરસાઇકલ પ્રકારના વાહનો માટે GJ-03-PG સિરીઝનું ઓનલાઈન ઓક્શન તા.૧૧/૦૬/૨૦૨૫થી શરૂ કરવામાં આવનાર હોવાથી GJ-03-PG તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરી http://parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઓક્શનમાં ભાગ લઈ શકશે.

મોટરસાઇકલની સિરીઝ GJ-03-PG તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરનું ઓનલાઈન ઓક્શન થશે. ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા તા.૧૧/૦૬/૨૦૨૫ના સાંજે ૦૪ કલાકથી તા.૧૬/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.૧૬/૦૬/૨૦૨૫ના સાંજે ૦૪:૦૧ કલાકથી તા.૧૮/૦૬/૨૦૨૫ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૦૪:૧૫ કલાકે પરીણામ ઓનલાઇન જાહેર થશે.

અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુઅલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!