DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સરકારી પડતર જમીન પર ખાનગી કંપનીનો ખુલ્લો કબજો, મામલતદાર કચેરીનો “પ્રક્રિયાગત” બહાનો – લોકફરિયાદ વ્યવસ્થાનો મજાક!

અરજદારે ફરી પ્રશ્ન મુક્યો, તંત્ર બચાવ કરશે કે કાર્યવાહી? સરકારી જમીન દબાણ મામલે હવે તંત્રની કસોટી

તા.16/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

અરજદારે ફરી પ્રશ્ન મુક્યો, તંત્ર બચાવ કરશે કે કાર્યવાહી? સરકારી જમીન દબાણ મામલે હવે તંત્રની કસોટી, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલી સર્વે નંબર ૬૫૭ જેવી સરકારી પડતર જમીન ઉપર ખાનગી કંપની દ્વારા થયેલ ગેરકાયદેસર બાંધકામ અને ઉપયોગ બાબતે અરજદારે અગાઉ વર્ષ 2024 માં પ્રશ્ન મુક્યો હતો જે અંગે મામલતદાર કચેરી દ્વારા “પ્રક્રિયાગત બાબત” કહી તાલુકા સ્વાગતમાં સમાવેશ ન કરવાનો જવાબ આપવામાં આવ્યો હતો આ જવાબને અરજદારે ઉડાઉ અને જવાબદારી ટાળતો ગણાવી હવે ફરીથી એ જ સ્થિતિ 2 વર્ષ બાદ નજરે ચઢતા ફરી સત્તાવાર રીતે રી-રજુઆત કરી છે અરજદારનો સ્પષ્ટ આક્ષેપ છે કે અહીં કોઈ ખાનગી વિવાદ નથી પરંતુ સરકારી નોંધોમાં આજદિન સુધી “શ્રી સરકાર” દર્શાવાતી જમીન ઉપર ખાનગી કંપની ખુલ્લેઆમ બાંધકામ કરી ઉત્પાદન કામગીરી ચલાવી રહી છે આવી ગંભીર જાહેર હિતની બાબતને માત્ર “પ્રક્રિયાગત” કહી અવગણવી એ લોકફરિયાદ વ્યવસ્થાની ભાવનાને નષ્ટ કરવાનું સમાન છે રી-રજુઆતમાં અરજદારે સ્પષ્ટ માંગ કરી છે કે જો આ જમીન કોઈને કાયદેસર રીતે ભાડે, ફાળવણીમાં કે અન્ય પ્રક્રિયા હેઠળ આપવામાં આવી હોય તો તેના લેખિત પુરાવા જાહેર કરવામાં આવે અત્યાર સુધી આવા કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી જેના કારણે તંત્રની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે હવે પ્રશ્ન એ છે કે અરજદાર દ્વારા ફરી રજૂઆત થયા બાદ તંત્ર અગાઉની જેમ બચાવ કરશે કે વાસ્તવમાં સ્થળ તપાસ, પંચ રોજકામ અને દબાણ દૂર કરવાની કાયદેસર કાર્યવાહી કરશે? સરકારી પડતર જમીન પર દબાણ જેવી બાબતમાં મૌન કે ટાળટૂળ એ સીધી રીતે જાહેર સંપત્તિના નુકસાનમાં ભાગીદાર બનવાનું સમાન ગણાય લોકોમાં ચર્ચા છે કે તાલુકા સ્વાગત જેવી વ્યવસ્થા જો આવી બાબતો માટે પણ બંધ દરવાજા સમાન બની જશે, તો પછી સામાન્ય નાગરિક ક્યાં જાય? હવે આવનારા દિવસોમાં તંત્ર જવાબદારી નિભાવશે કે ફરી “પ્રક્રિયાગત” શબ્દની આડમાં છુપાશે — તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!