સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા.વેજલપુર પ્રા. આરોગ્ય કેન્દ્રની બહાર ખુબજ મોટા પ્રમાણમાં રોડ ઉપર ગંદકી જોવા મળી.!!
તારીખ ૧૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે અનેક વિસ્તારોમાં ગંદકીના ઠગે ઠગે જોવા મળી રહ્યા છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતમાં સરકાર માંથી લાખો રૂપિયાની ગ્રાન્ટો ગામની સાફ સફાઈ કરવા માટે આવતી હોય છે પણ સ્થાનિક ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી જાને ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહારની બાજુમાં મસ મોટા કચરાના ઠગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે તારીખ ૧૭/૦૯/૨૦૨૫ ના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સ્વચ્છ ભારતનું સંકલ્પ સૂત્ર પ્રદાન કરીને સ્વચ્છતાના ખરા અર્થમાં ચરીતાર્થ કરનાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ઠેર ઠેર સ્વચ્છતાને લઈને અનેક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વેજલપુર ગામમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે વેજલપુરમાં સાફ સફાઈ ના નામે આવતી ગ્રાન્ટોનું ફૂલેકુ કોણ ફેરવી રહ્યું છે અને સાફ સફાઈ માત્ર કાગળ પૂરતીજ જોવા મળી રહી છે ત્યારે વેજલપુર થી અડાદરા જવાના મુખ્ય માર્ગ ઉપર જો આટલી બધી ગંદકી જોવા મળે છે ગામના અંદરના વિસ્તારોમા કેટલી ગંદકી હશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અને પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા વેજલપુર ગામની જાત તપાસ કરે અને સાફ સફાઈના નામે આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટોની પણ ઝીણવટથી તપાસ કરવામાં આવે તેમ લોકો હિતમાં છે ત્યારે કાલોલ તાલુકામાં બેઠેલા તાલુકા વીકાસ અધિકારી દ્વારા વેજલપુર ગામની જાત તપાસ કરે તો તેમની નરી આંખે આ ગંદકીના ઠગલાઓ જોવા મળશે ત્યારે હવે વેજલપુર ગ્રામજનો ઇચ્છિ રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરવામાં આવે અને રોજે રોજ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરી રહ્યા છે હવે જોવું રહ્યું છે વેજલપુર ગામના જવાબદાર અધિકારી દ્વારા કેટલા સમયમાં આ ગંદકી દૂર કરશે તે હવે જોવું રહ્યું.