સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ મેના રોજ મહાત્મા ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે
મોકડ્રીલમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા કલેકટર કે. એસ. યાજ્ઞિક
તા.30/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોકડ્રીલમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા કલેકટર કે. એસ. યાજ્ઞિક
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા. ૩૧ મી મે-૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજનાર છે જે સંદર્ભે આજે મહાનગરપાલિકા સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે. એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર કે. એસ. યાજ્ઞિકે જિલ્લામાં મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે અને ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે યોજાનારી મોકડ્રીલ/અભ્યાસ અંગે જાણકારી આપી હતી કલેકટર કે. એસ. યાજ્ઞિકે જણાવ્યું કે, મોકડ્રીલનો આશય નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે જોકે, આ આપત્તિ દરમિયાન ચેતવણીના ભાગરૂપે કરવામાં આવનાર મોકડ્રીલ છે જેનાથી કોઈપણ નાગરિકોએ ભયભીત થવાની જરૂર નથી ઓપરેશન શિલ્ડ દરમિયાન કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી મોકડ્રીલમાં સહભાગી થવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો જિલ્લાના વિવિધ એજન્સીના અધિકારીઓને ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યે તાત્કાલિક રિસ્પોન્ડ કરવા પણ જણાવ્યું હતું વધુમાં, કલેકટરએ ઓપરેશન શિલ્ડમાં સહભાગિતા દાખવી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ધ્રાંગધ્રા શહેર ખાતે મોકડ્રીલ વિસ્તારમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે અનુરોધ પણ કર્યો હતો આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.