GUJARATSINORVADODARA

સાધલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર તેમજ નિષ્ફળ કામગીરી ના આક્ષેપ સાથે વિરોધ અનોખો કરાયો

સાધલી ગ્રામ પંચાયતના સત્તાધિકો તેમજ તંત્ર ને જગાડવાનો પ્રયાસ કરાયો

Oplus_16908288

ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે સાધલી ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ભ્રષ્ટાચાર ના આક્ષેપ તેમજ નિષ્ફળ કામગીરીને લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો.
સાધલી બસ સ્ટેન્ડ ખાતે મસ્ત મોટું બેનર મારી બેનર માં સમાચારો ના કટીંગ સાથે સાધલી ગ્રામ પંચાયતની નાકામી તેમજ નગર ના રોડ. ગટરલાઇન .તેમજ વિકાસના અટકેલા કામો ને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ધરણા કાર્યક્રમ માં સાધલી ગ્રામ પંચાયતના જ પુરુષ તેમજ મહિલા સદસ્યો તેમજ અલગ અલગ સોસાયટીમાં રહેતા મહિલાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ધરણા પર બેસી અનોખો વિરોધ કરાયો.
બંધ કરો યે ભ્રષ્ટાચાર ના ગીત સાથે લોકો ધારણા પર જોડાયા અને બ્રસ્ટ તેમજ ઊંઘતી સાધલી ગ્રામ પંચાયત તેમજ તંત્ર ને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાધલી ગ્રામ પંચાયત સદસ્યો મહિલા સદસ્યો તેમજ ગામના યુવાનો આગેવાનો.મહિલાઓ મોટી સંખ્યામાં ધરના પર બેસી આ વિરોધને સપોર્ટ કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સૂત્ર મહિલા સશક્તિકરણનો પણ છેદ ઉડાડી મહિલા સરપંચ તેમજ મહિલા સદસ્યો ના પતિઓ દ્વારા વહીવટ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ નગર ના એકતા નગર.સહયોગ પાર્ક.મોટું ફળિયું.ગુજરાતી સ્કૂલ ફળિયું.નકુમ વાડો જેવા વિસ્તારોમાં રોડ તેમજ ગટર લાઈન પાણીની અ સુવિધાઓ ના આક્ષેપ કરાયા હતા.
હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર આ મુદ્દે શું ? એકશન લે છે.કે પછી તેરી ભી ચુપ ઓર મેરી ભી ચૂપ થાય છે…..

Back to top button
error: Content is protected !!