દેવગઢબારિયા ની ડેરીના શ્રમયોગીને પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા મજુર અદાલત દાહોદનો આદેશ.

તારીખ ૦૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દાહોદ જિલ્લાના બારીયા મુકામે આવેલ પરીઓસા ડેરી જે અગાઉ ગોધરા મુકામે સ્વામિનારાયણ સેલ્સ કોર્પોરેશન ના નામથી ઓળખાતી હતી જેમાં વર્ષ ૧૯૮૮થી ફરજ બજાવતા સુરેશભાઈ ધનાભાઈ બારીયા જેઓને માસિક રૂપિયા ૯૦૦૦ હજાર પગાર ચૂકવવામાં આવતો હતો અને તેમની પાસે સવારના ૮:૦૦ થી રાતના ના ૯ કલાક સુધી ફરજ લેવામાં આવતી હતી એ અરસા દરમિયાન આ કામના સામા વાળાઓના પરિવાર વચ્ચે ધંધાકીય વિવાદ ઉપસ્થિત થતા ગોધરા મુકામે આવેલ સ્વામિનારાયણ સેલ્સ કોર્પોરેશન બંધ કરી તે ડેરી તાત્કાલિક અસરથી દેવગઢ બારીયા મુકામે ટ્રાન્સફર કરવામાં આવેલ અને તે ડેરીનું નામ પરીઓ સા ડેરી રાખવામાં આવેલ આ કામના અરજદાર સુરેશભાઈને તેમની સળંગ નોકરી ગણિ દેવગઢ બારિયા મુકામે પરીઓ સા ડેરીમાં તારીખ ૧૮/૧/૨૨ ના રોજ ફરજ ઉપર હાજર કરે પરંતુ તે દિવસે આ કામના ડેરીના માલિક દ્વારા અરજદારને નોકરી પૂરી થતાં તારીખ ૧૯/૧/૨૨ રોજ થી ફરજ ઉપર થી છુટા કરવાનું મૌખિક હુકમથી જણાવેલ પરંતુ છુટા કરતા સમયે અરજદારને કોઈ નોટિસ નોટિસ પગાર બેકારી વળતર ગ્રેજ્યુટી કે મળવા પાત્ર કોઈપણ પ્રકારના હક હિસ્સાઓ ચૂકવેલ ના હતા જે બાબતે અરજદારે ડેરીના માલિકને તેમને મળવા પાત્ર તમામ કિસ્સાઓ ચૂકવી આપવા વિનંતી કરેલ પરંતુ તેવા કોઈપણ પ્રકારના લાભો આપવા નો ઇનકાર કરતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈનો સંપર્ક કરી ઔદ્યોગિક વિવાદ ધારા અધિનિયમ૧૦(૧) હેઠળ પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત થવા મજુર અદાલત દાહોદ સમક્ષ રેફરન્સ કેસ નંબર ૮ /૨૨૧૯ જે કેસ ચાલી જતા નામદાર મજુર અદાલત દાહોદ સમક્ષ ફેડરેશનના પ્રતિનિધિ એસએસ ચૌહાણ દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા આ કામના અરજદાર સુરેશ બારીયા ને તારીખ ૧૯/૬/૨૩ ના રોજ માલિકનું છુટા કરવાનું પગલું ગેરકાયદેસર ઠેરવી અરજદારને પડેલા દિવસોના પૂરેપૂરા પગાર સહિત તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા તથા ખર્ચની રકમ રૂપિયા ૫૦૦૦ ચૂકવવાનો આખરી આદેશ મજુર અદાલત દાહોદના પ્રમુખ અધિકારી છાયાબેન મહેતા સાહેબે કરતા અરજદારના પરિવારમાં આનંદની લાગણી પ્રવૃતિ છે.






