રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન
રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ
આજે તા:૧૭ સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૪માં જન્મદિન નિમિતે સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ,અમદાવાદ નામની સંસ્થા સાથે સંકલન કરી થેલેસેમિયા બીમારીથી પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં ચેરમેનશ્રી શામળભાઈ પટેલ, મેનેજીંગ ડીરેક્ટર શ્રી સુભાષભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં કર્મચારીઓ અને લેબર કામદારોએ માનવતાના આ પવિત્ર કાર્યમાં ઉત્સાહ સભર સહભાગી બનેલ અને કુલ 75 યુનિટ બોટલ રક્તદાન થયેલ. ટ્રસ્ટ અને સાબરડેરી દ્વારા રક્તદાન કરનારને પ્રોત્સાહક ભેટ આપવામાં આવેલ. વધુમાં આજે આ દિવસને વધુ યાદગાર બનાવવાના હેતુસર પર્યાવરણની જાળવણીમાં પોતાની ભાગીદારી નિભાવવાના ફરજના ભાગ રૂપે સાબરડેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ચેરમેનશ્રી મેનેજીંગ ડેરિક્ટર શ્રી નિયામક મંડળના સભ્યો અને વિભાગીય વડાઓ દ્વારા બોરસલ્લી,પારીજાત,મહોગીની, આસોપાલવ જેવા વિવિધતા ધરાવતા કુલ 75 વૃક્ષના રોપાઓનું વાવેતર સાબરડેરી પરિસર ખાતે રાખવામાં આવેલ.
અહેવાલ:- પ્રતિક ભોઈ