GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ABVP મોરબી દ્વારા નવયુગ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

MORBI:ABVP મોરબી દ્વારા નવયુગ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

ABVP મોરબી દ્વારા ગઈ કાલે નવયુગ કૉલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી કૉલેજના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. મોરબીમાં આવેલા નવયુગ કૉલેજ કે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી પૂરતી માત્રામાં ફી વસુલવા છતાં પણ કોલેજના ઘણા ખરા વિદ્યાર્થીઓને કૉલેજના કાર્યક્રમોમાં કે કૉલેજની પ્રવૃતિઓમાં આવવાની સંદતર મનાઈ કરવામાં આવેલ. કૉલેજની અંદર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર શાંતી પૂર્વક રજૂઆત કરવા છતાં પણ કૉલેજના પ્રિન્સીપાલ દ્વારા તોછડાઈ પૂર્વક અયોગ્ય જવાબ આપવામાં આવતો.

કૉલેજના પ્રિન્સીપાલ પાસે રજૂઆત દરમિયાન પણ પ્રિન્સીપાલ સાહેબ દ્વારા પોતે વિધાર્થીઓને ના નથી પાડી પરંતુ કાર્યક્રમનું આયોજન કરતી વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ના પાડવામાં આવી છે આવી ખોટી વાતો કરીને વિધાર્થીઓને પરસ્પર ગુમરાહ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો.

આ અંગે રજૂઆત કરતા કૉલેજના ટ્રસ્ટી શ્રી પી.ડી કાંજીયા સાહેબ દ્વારા દાદાગીરી પૂર્વક જવાબ આપવામાં આવેલ. તેમજ કૉલેજ માં યોજાયેલ ફેરવેલ પાર્ટીના કાર્યક્રમમાં કૉલેજના જ ઘણાં ખરા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મનાઈ કરવામાં આવેલ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ધમકી આપવામાં આવેલ.વિધાર્થીઓના આ પ્રશ્નો ના નિરાકરણ હેતુ નવયુગ કૉલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરવામાં આવી.


અ.ભા.વિ.પ મોરબી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા અંતે કૉલેજના ટ્રસ્ટીશ્રી પી.ડી કાંજીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને અગામી કાર્યક્રમ તથા કોલેજની વિવિધ પ્રવૃતિઓમાં પ્રવેશ કરવા દેવાની બાહેંધરી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!