MORBI: હળવદના વૃદ્ધને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડીને નજર ચુકવી ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોર કરનાર બે ઈસમો ઝડપાયા
MORBI: હળવદના વૃદ્ધને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડીને નજર ચુકવી ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોર કરનાર બે ઈસમો ઝડપાયા
મોરબી શહેરની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વૃદ્ધને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી અને ઉલ્ટી કરવાને બહાને ખિસ્સામાંથી 20 હજાર તફડાવી લેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને આરોપીઓને મોરબીની રાજપર ચોકડી નજીકથી ઝડપી લીધા

આ ગુન્હાની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસની સર્વેલન્સ ટીમ દ્રારા મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી મળેલ બાતમીદારો આધારે આરોપીઓ રાજપર ચોકડી થી સી.એન.જી રીક્ષા સાથે મળી આવતા વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા આરોપીઓએ ચોરી કરેલાની કબુલાત આપતા તેમજ પોકેટ કોપથી સર્ચ કરતા આરોપીઓ રીઢો ચોર હોય અને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂ. ૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે સાગરભાઇ ઉર્ફે બાડો મનસુખભાઇ અબસાણીય ઉ.વ.૨૩ રહે.રાજકોટ હુકડો ચોકડી વેલનાથ સોસાયટી જડેશ્વર પાર્ક શેરીનં.૩ મામાસાહેબના મંદીરની બાજુમા, તથા અનીલભાઇ પ્રવીણભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે.રાજકોટ ભગવતીપરા નદીકાંઠે રેખાબેન મનીષભાઇ કોળીના મકાનમા રાજકોટવાળાને ઝડપી પાડી તેમજ બનાવમા ઉપયોગમા લીધેલ સી.એન.જી રીક્ષા કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે બી.એન.એસ કલમ.૩૦૩(૨),૫૪ મુજબનો ગુનહો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.






