જામનગરમાં શૈક્ષિક મહાસંઘનુ આયોજન



આજ રોજ તા.29/12/2024 ના રવિવારે સાંજે 4: 30 થી 5: 30 ના સમયે ડૉ. હેડ ગેવાર ભવન, હાલાર હાઉસ, જામનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા તથા શહેર ટીમ પરિવાર દ્વારા પુણ્યશ્લોકા લોકમાતા અહલ્યાબાઈ હોલકરની ત્રિશતાબ્દી જન્મજયંતી નિમિત્તે રાજમાતા અહલ્યાબાઇના જીવન ચરિત્રના પ્રામાણિક , શૌર્ય, પરાક્રમ વિશે વ્યાખ્યાન માળા યોજવામાં આવી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સેવા પ્રકોષ્ટના સભ્ય તથા જિલ્લાના આંતરિક ઓડિટર તથા લાલપુર તાલુકાના અધ્યક્ષશ્રી ધનજીભાઈ બાંભવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મ પ્રાર્થના અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી, રાજમાતા અહલ્યાબાઇના છબીને પુષ્પાંજલિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર વૃંદાવનભાઇ પાલ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી દીપકભાઈ પાગડા દ્વારા પુણ્યશ્લોકા રાજમાતા અહલ્યાબાઈ હોલકર દ્વારા કરાયેલા રાષ્ટ્ર અને સમાજ સેવા વિશે વ્યાખ્યાન રજૂ કરેલ અને તેમના જીવન વિશે તેમના જીવન દરમિયાન થયેલ રાષ્ટ્રીય અને ધર્મના કાર્ય વિશે આમંત્રિત મહેમાન સમક્ષ વક્તવ્ય રજૂ કરેલ. વક્તવ્ય પૂર્ણ થતા કાર્યક્રમની આભાર વિધિ શહેરના મહિલા ઉપાધ્યક્ષ મોતીબેન કારેથા દ્વારા કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમના અંતે સર્વોનો પરિચય મેળવી આપણા ભારતના શ્રેષ્ઠીઓના ઇતિહાસ વિશે ચર્ચા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર શહેરના અધ્યક્ષ મનહરલાલ વરમોરા, સંગઠન મંત્રી રામગોપાલભાઈ મિશ્રા, સંજયભાઈ ભાતેલીયા, પરિતાબેન કુંડલિયા, જિલ્લા કોષાધ્યક્ષ માવજીભાઈ ચાવડા, જિલ્લા પ્રચારમંત્રી ડૉ. ભાવેશભાઈ વ્યાસ, જામનગર તાલુકાના મંત્રી ધારશીભાઈ ગડારા, લાલપુર તાલુકાના સંગઠન મંત્રી ચિરાગભાઈ ઝાલા, કોષાધ્યક્ષ ઈસિતભાઈ ત્રિવેદી, લાલપુર તાલુકાના આચાર્યશ્રી અનિરુદ્ધસિંહ ઝાલા તથા જામનગર તાલુકાના એચટાટ આચાર્ય મહેશભાઈ ભટ્ટ, રાજભાઇ શિશાંગિયા તેમજ આમંત્રિત મહેમાનો, જિલ્લા તથા તાલુકાના તમામ હોદ્દેદારશ્રીઓ, શિક્ષક કાર્યકર્તા ભગિની બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણા શ્રેષ્ઠ ઇતિહાસનો પરિચય મેળવેલ.. અને કાર્યક્રમને સફળ બનાવેલ..
*ભવદીય,*
*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લો તથા શહેર ટીમ પરિવાર*
🙏🙏🙏🙏🙏🙏





