GUJARATKUTCHMANDAVI

વન વિભાગના કર્મચારીઓ માટે “અરણ્ય રમતોત્સવ” નું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ જાન્યુઆરી : વન વિભાગના કર્મચારીઓને સેવાકીય ફરજો સરકારશ્રીના અન્ય વિભાગો કરતાં અલગ પ્રકારની છે. વન વિભાગના કર્મચારીઓને દિવસ રાત જોયા વગર કામગીરી કરવાની હોય છે. કચ્છ વન વર્તુળના વન કર્મચારીઓ સંપૂર્ણ સમર્પિત થઈને પોતાની ફરજો નિભાવી રહ્યા છે. આ કર્મચારીઓ માટે કચ્છ વન વર્તુળ દ્વારા સર્વોદય રમત-ગમત સંકુલ, માધાપર ખાતે “અરણ્ય રમતોત્સવ 2.0” નું આયોજન કરવામાં આવ્યું. જેના ઉદ્દઘાટન સમારોહમાં ડો.સંદીપકુમાર, મુખ્ય વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ દ્વારા વન કર્મીઓને આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા તેમજ જીવનમાં રમત-ગમતના મહત્વ વિષે જણાવેલ. આ કાર્યક્રમમાં શ્રી વાય.એસ.ઝાલા, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ, શ્રી જી.ડી.સરવૈયા, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ વન વિભાગ, શ્રી બી.એમ.પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી, બન્ની ગ્રાસલેન્ડ વિભાગ તથા શ્રી એચ.વી.મકવાણા, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, કચ્છ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વન વિભાગના રોજમદાર શ્રમિકથી લઈને મુખ્ય વન સંરક્ષકશ્રી સુધીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ એક મંચ પર એકત્રિત થઈને વિવિધ રમતોમાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ કાર્યક્રમમાં બેડમિન્ટન, ક્રિકેટ, ગોળા ફેંક, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ વિ. જેવી કુલ 24 જેટલી રમતોમાં 274 જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજીક વનીકરણ વિભાગ, કચ્છના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવેલ છે.

Back to top button
error: Content is protected !!