GUJARATKUTCHMANDAVI

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ૪ સપ્ટેમ્બરના રોજ થી નિ:શુલ્ક કેમ્પનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા-૦૨ સપ્ટેમ્બર : સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સિનિયર સીટીઝન કેર કેમ્પ તથા નિ:શુલ્ક હરસ-મસા-ભગંદર નિદાન સારવાર કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે દર માસના પહેલા બુધવારે યોજવામાં આવે છે. જે અંતર્ગત તા. ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત કેમ્પમાં, દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મફત બ્લડ સુગર ચેકઅપ, ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે, સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે. કકેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રહેશે. સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!