સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીનું આયોજન
મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે ધ્વજવંદન

તા.24/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે ધ્વજવંદન, આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સમગ્ર દેશમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯.૦૦ કલાકે યોજાશે આ ગરિમાપૂર્ણ સમારોહમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહેશે અને તેમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ મંત્રીશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે અને ઉપસ્થિત નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવવામાં આવશે આ પ્રસંગે જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક ટેબ્લોનું નિદર્શન કરવામાં આવશે જે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓની ઝાંખી કરાવશે આ સાથે જ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગવામાં આવશે કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ અને વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનું મંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવશે પર્યાવરણના જતનના સંદેશ સાથે મંત્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાશે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લાના નગરજનોને મોટી સંખ્યામાં સહભાગી થવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




