GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરાયુ

તારીખ ૦૮/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના નાગરિકો માટે તેમના રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે વહિવટી તંત્ર નગરપાલિકા વિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૪ રવિવારના રોજ રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાના નગરપાલિકા વિસ્તારની આસપાસના આવેલ વિસ્તારના ગામો માંથી ૧૦(દસ) જેટલા VCE e-KYC ના કામે, ૧૦(દસ) આધારકીટ આધારકાર્ડ અપડેટ માટે મુકવાનમા આવ્યા જેમા મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ને રેશનકાર્ડ અને આધારકાર્ડ અપડેટ કરાવ્યા હતા. કાલોલ મામલતદાર યોગેન્દ્રસિહ પુવાર, પુરવઠા મામલતદાર રાવલ અને મહેસુલ મામલતદાર વિશાલ પટેલ સ્ટાફ સાથે તથા નગરપાલિકા સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો. નગરમાં રીક્ષા ફેરવીને મેગા કેમ્પ અંગે ની જાણકરી આપવામા આવી હતી.





