GUJARATKUTCHMANDAVI

ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે એઈડ્સ અંગે લોકજાગૃતિ લાવવા ‘રેડ રન સ્ટેટ મેરેથોન’નું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૮ સપ્ટેમ્બર : ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં નાગરિકોમાં એચઆઈવી-એઈડ્સ અંગે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધિ ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ‘રેડ રન સ્ટેટ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૭.૩૦ કલાકે આ મેરેથોન કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની હાજરીમાં યોજાશે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા ૧૮થી ૨૫ વર્ષના યુવાનો સહિત નાગરિકોને પાંચ કિલોમીટર લાંબી મેરેથોનમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવાયું છે.

Back to top button
error: Content is protected !!