
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ માર્ચ : રાજ્ય સરકાર ની અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ, પ્રવૃતિઓ, તથા વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નનો ન્યાયિક, ચોકક્સ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સુગ્રથિત વહીવટી માળખાકીય વ્યવસ્થા રાજ્ય, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી સ્તરે અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યદક્ષતા, પારદર્શતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણવામાં આવેલી છે. રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીક સ્થળે, એ જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ નગરપાલિકા કક્ષાએ અગિયારમાં તબક્કાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા નક્કી કરવામાં આવ્યું છે ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૦૧ થી ૦૬ ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ ભુજ નગરપાલિકા કચેરીએ અટલ ભવન હોલ મધ્યે સવારના ૯.૦૦ થી સાંજે ૦૨.૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.”સેવા સેતુ” કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ ૫૫ જેટલી સેવાઓ જેમ કે, નવું આધારકાર્ડ (૧૮ વર્ષથી ઓછી વયજુથના રહીશો માટે, આધારકાર્ડમાં સુધારા(અપડેશન કરવા, રાશન કાર્ડમાં નામમાં સુધારો,નામ દાખલ કે કમી કરવું, ઇ-કેવાયસી કરવા અંગેની સેવાઓ, કુંવરબાઈ મામેરૂં સહાય, શાળા કોલેજ પ્રવેશ માટે ફ્રી શીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પી.એમ.જેમાં અરજી, ઉંમરનો દાખલો, હેલ્થ વેલનેશ કાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ઘરેલું નવા વીજ જોડાણ માટે અરજી, આધાર કાર્ડનું બેન્ક ખાતા સાથે અને મોબાઈલ નંબર જોડાણ, નવું બેન્ક ખાતું ખોલાવવું, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, નવું જનધન બેન્ક ખાતું, કેસલેશ લીટરસી (ડીજીટલ ટ્રાંજેકશન), બસ કન્સેશન પાસ –સામાન્ય લોકો માટે , સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્ર, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ નિરાધાર સહાય, વ્યવસાય વેરા અરજી, કેશલેસ લીટરેસી, સિનિયર સીટીઝન પ્રમાણપત્ર, બસ કન્સેશન દિવ્યાંગો માટે, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય, વિધવા સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(અરજી સ્વીકારવી), UDID કાર્ડનું રજિસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓ(અરજીઓ), પ્રોપર્ટી ટેક્ષ, ઓનલાઈન ડો. બાબા સાહેબ આંબેડકર યોજના, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ગુમાસ્તા ધારા, ટોઈલેટ અરજી, પ્રધાન મંત્રી આવાસ યોજના શહેરી, વ્યવસાય વેરા, પાણી અને ગટરના કનેકશન, પી.એમ.સ્વનીધી યોજના, શ્રાવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન, આઈ.સી.ડી.એસ બાળકોના આધાર કાર્ડ, વિધવા સહાય, માન.મુખ્યમંત્રીશ્રીની એપ્રેન્ટિસ અરજીઓનો સ્વીકાર કરવો વગેરે એક જ જગ્યાએ ભુજ શહેરના નાગરિકોને મળી રહેશે. ભુજ શહેરના નાગરિકોએ સરકારશ્રીની વિવિધ સેવાઓના લાભ લેવા જરૂરી આધારપુરાવા સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેવા ભુજ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.



