BHACHAUGUJARATKUTCH

“બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ઓરિએન્ટેશન એન્ડ સેન્સિટાઈઝેશન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૮ નવેમ્બર : ભચાઉના તાલુકાના મોરગર ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ “ઓરિએન્ટેશન એન્ડ સેન્સિટાઈઝેશન” જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ગામના સરપંચશ્રી રાજેશભાઈ બત્રા દ્વારા ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DHEWનાં જિલ્લા મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ દ્વારા મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ‘૧૮૧’ અભયમ મહિલા હેલ્પલાઇન, PBSC સેન્ટર, કન્યા શિક્ષણ તેમજ સાયબર સેફ્ટી વિશે જાગૃતતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ માહિતી અપાઈ હતી અને મોબાઈલ ફોનનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સખી વન સ્ટોપ સેન્ટર (OSC)ના કેન્દ્ર સંચાલક શ્રી ભાવનાબેન દ્વારા OSC સેન્ટર અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ.ના મુખ્ય સેવિકાશ્રી તારાબેન ઠક્કરે પોષણ તેમજ ICDS અંતર્ગત ચાલતી યોજનાઓ અંગે માહિતી આપી હતી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સિલરશ્રી પ્રવિણાબેન દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ઉપયોગી થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના શ્રી મિલનભાઈ રમણાસરે આરોગ્ય સંબંધિત માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન બાલિકા પંચાયતના સભ્યશ્રી ખુશીબેન બત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે હાજર તમામ મહિલાઓ અને કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ અંગેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ, કિશોરીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન દિપ્તીબેન ઠક્કર, વર્ષાબેન બાંભણિયા, ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!