“આપણી શાળા આપણું સ્વાભિમાન”કાર્યક્રમ કાલોલ તાલુકાના કાનોડ ગામ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંકલ્પ ગ્રહણ યોજાયો.

તારીખ ૦૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત દ્વારા “આપણી શાળા આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત, પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા ની શ્રી કૃષ્ણ કૃપાલું વિદ્યામંદિર કાનોડ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંયુક્ત રીતે સંકલ્પ ગ્રહણ કર્યો, જે શાળા પ્રત્યેના તેમના સમર્પણ અને ગૌરવની ભાવનાને વ્યક્ત કરે છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ તથા જિલ્લા પંચાયત સદસ્ય ભલાભાઈ,તાલુકા પંચાયત સદસ્ય વિપુલભાઈ,પૂર્વ એ.પી.એમ.સી ચેરમેન વિરેન્દ્રસિંહ,ગામના પ્રથમ નાગરિક સરપંચ તથા એસ.એમ.સી સભ્યો,સી.આર.સી.કૉ. ઓ.,શાળા નો તમામ શિક્ષક પરિવાર અને જેના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,વ.સલાહકાર અશ્વિનભાઈ પંડ્યા,સહ સંઘઠન મંત્રી ડાહ્યાભાઈ અમીન તથા મહાસંઘ ના હોદ્દેદારો તથા મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શાળાના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અને શાળાની ગરિમા જાળવી રાખવા માટે પ્રેરણા આપી. મહાસંઘ ના અધ્યક્ષ એ જણાવ્યું કે, શાળા એ માત્ર શિક્ષણનું મંદિર નથી, પરંતુ તે આપણા ભવિષ્યનું ઘડતર કરતું સ્થળ છે. આપણા સૌના સહિયારા પ્રયાસોથી આપણે આપણી શાળાને વધુ ગૌરવ અપાવી શકીએ છીએ.આ સંકલ્પ ગ્રહણ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શાળા પ્રત્યે આત્મીયતા, જવાબદારી અને રાષ્ટ્રનિર્માણમાં પોતાના યોગદાન અંગેની જાગૃતિ કેળવવાનો હતો.કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને બિરાજમાન કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા બાળકો માં ચારિત્ર્ય ઘડતર,રાષ્ટ્ર ઘડતર તેમજ વ્યસનો થી દુર રહેવા માટે ખાસ બાળકો ને માર્ગદર્શન આપવામાં આવ્યું.ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમને શાળાના આચાર્ય મનીષભાઈ ઓઝા દ્વારા કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.તમામ કાર્યક્રમ નું સફળ સંચાલન એ જ શાળા ના શિક્ષક તેમજ મહાસંઘ માધ્યમિક સંવર્ગ ના હોદ્દેદાર નરવતસિંહ દ્વારા કરવામાં આવ્યું.
વધુમાં દેશ તેમજ રાજ્ય ની પાંચ લાખ શાળાઓ ની સાથે સાથે કાલોલ તાલુકાની તમામ શાળાઓમાં તાલુકા, જિલ્લા ના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેનું સફળ આયોજન કાલોલ મહાસંઘ ની ટીમ દ્વારા કરાતાં અને વિશ્વ રેકોર્ડ કરવા માટે દેશ લેવલે થી મોકલેલ લિંક માં રજિસ્ટ્રેશન કરી ફોટા અપલોડ કરી જિલ્લા માં કાલોલ તાલુકાએ નામના મેળવતા જિલ્લા અધ્યક્ષ તેમજ પ્રાંત ના મહાસંઘ ના પ્રાથમિક સંવર્ગ ના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી દ્વારા કાલોલ ટીમ ને ખૂબ જ અભિનંદન પાઠવ્યા.







