GUJARATKUTCHMANDAVI

“અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન” અભિયાન સાહિત્યનુ મહાનુભાવોના હાથે ક્ચ્છમાં વિમોચન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૬ ઓગસ્ટ : રાષ્ટ્રના ભવિષ્યને ઘડતા શિક્ષણ ક્ષેત્રે સતત નવી દિશા અને પ્રેરણા આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શરૂ કરાયેલા “અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન” અભિયાનનું કચ્છમાં વિમોચન ભવ્ય રીતે કરવામાં આવ્યું.આ અભિયાનનો હેતુ માત્ર શાળાના ભૌતિક માળખાને જ નહીં, પરંતુ શાળાની ગૌરવમય પરંપરા, સંસ્કારસભર વાતાવરણ અને રાષ્ટ્રીય ચેતનાને વધુ પ્રબળ બનાવવાનો છે. અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલા પત્રિકા, સ્ટીકર તથા સંકલ્પ પત્રનો વિમોચન કાર્યક્રમ પ્રેરક અને ઉત્સાહભર્યો બન્યો.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, નાયબ કલેક્ટર- કચ્છ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી- કચ્છ, જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાર્યક્રમને પ્રેરક માર્ગદર્શન મળ્યું.

વિમોચન પ્રસંગે સંકલ્પ અપાયો કે –“શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં, પરંતુ રાષ્ટ્રના સંસ્કાર અને સ્વાભિમાનનું પવિત્ર મંદિર અને રાષ્ટ્ર નિર્માણનો આધાર છે.”આ સંકલ્પ પત્ર દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાલયને શ્રેષ્ઠ બનાવવા પ્રતિબદ્ધ બનશે. સ્ટીકર દ્વારા “અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન”નો સંદેશ વિધાલયના દરેક દ્વાર સુધી પહોંચશે, જ્યારે પત્રિકા અભિયાનનું દર્શન, દિશા અને દૃઢતા સૌ સુધી પહોંચાડશે.કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમાં સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંજા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ગ્રાન્ટેડ માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, આંતરિક ઓડિટર ગોવિંદભાઈ તિવારી, સહ મંત્રી ભાવસિંહ ઝાલા, અંજાર તાલુકા ઉપાધ્યક્ષ રમેશભાઇ વણકર, ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ મનુભા સોઢા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.આ વિમોચન પ્રસંગ માત્ર એક કાર્યક્રમ પૂરતો ન રહી, પરંતુ એ એક રાષ્ટ્રીય ચળવળની શરૂઆત બની, જે શાળાઓને નવા ઉત્સાહ, નવા ઉમંગ અને અખંડ રાષ્ટ્રભાવનાથી જોડશે.

Back to top button
error: Content is protected !!