જીલ્લા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધામાં બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલના 14 બાળકો પૈકી 10 બાળકો શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય લેવલે પહોંચ્યા.

તારીખ ૨૫/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય તે હેતુથી આપણી ગુજરાત રાજ્ય સરકાર વિવિધ રમતોનું જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત જીલ્લાના ગોધરા રમતગમત સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય (SGFI) જિલ્લા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકાની બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલના વિવિધ રમતોની સ્પર્ધામાં 14 વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દસ વિધાર્થીઓએ પહેલા સ્થાનને સફળતા પ્રાપ્ત કરી હતી.જેમાં શાળાના કુલ 14 બાળકોએ વિવિધ વયજૂથના સ્પર્ધકોએ વિવિધ રમતોની સ્પર્ધમાં ભાગ લઈ પોતાનામાં રહેલું રમત કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન કરે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં જેમાં વિવિધ છોકરાઓની રમતોની સ્પર્ધામાં નવ બાળકો માંથી આંઠ બાળકોએ પહેલું સ્થાન મેળવ્યું હતું જેમાં શોર્ટ પુટ મા અફઝલ બેલીમ પહેલું,વણકર મયુર ૪૦૦ મીટર પહેલું,પઠાણ અલ્ફરન ૬૦૦ મીટર પહેલું,બેલીમ અરફરન ૧૦૦ મીટર પહેલું,પઠાણ આદિલ ૨૦૦ મીટર પહેલું,દિવાન મોઈન ૪૦૦ મીટર પહેલું,બેલીમ શાકિર શોર્ટ પુટ પહેલું,દિવાન મોઈન ભાલા ફેંક પહેલું જ્યારે રાઠોડ સેજાને ૨૦૦ મીટર ત્રીજું સ્થાન આમ ૮ એથ્લેટે પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે એક બાળકને જિલ્લા સ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે છોકરીઓની વિવિધ રમતોમાં રાઠોડ જાગૃતિ ૪૦૦ મીટર પહેલું,રાઠોડ નીલમ ભાલા ફેંકવામાં પહેલું,બેલીમ મિસ્બા ૨૦૦ મીટર બીજો,રાઠોડ નીલમ શોર્ટ પુટ બીજો,રાઠોડ જાગૃતિ ભાલા ફેંકવામાં ત્રીજો,બે એથ્લેટિક્સે પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે બે એથ્લેટિક્સે બીજું સ્થાન મેળવ્યું છે અને એક એથ્લેટિક્સે જિલ્લા કક્ષાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. આમ ૧૪ બાળકોમાંથી કુલ દસ બાળકોએ પહેલું સ્થાન મેળવી તાલુકા સાથે શાળા સહિત સમગ્ર સમાજનું નામ બાળકો એ ઉજ્જવળ કર્યું હતું જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે મોકલવામાં આવશે તેમ કોચિંગ ટીચર્સ કિરણ સોલંકી એ જણાવ્યું હતું.






