
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી :જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના વર્ગ 4 ના આઉટ સોર્સ કર્મચારીઓ એ DDO ને આવેદનપત્ર આપ્યું
એજન્સી દ્વારા નિયમિત પગાર ન કરવા તેમજ પગાર ઓછો કરેલ હોય અને આજદિન સુધી પગારસ્લીપ આપેલ ના હોય બાબત જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા પંચાયત અરવલ્લી આરોગ્ય વિભાગ માં J K Security Agency અંતર્ગત આઉટસોર્સમાં વર્ગ-4 માં ફરજ કર્મચારીઓ ફરજ બજાવે છે જેમાં કર્મચારીઓ નો જાન્યુઆરી ફેબ્રુઆરી નો પગાર એજન્સી એ કર્યો નથી.જાન્યુઆરી નો પગાર 12/3/25 ના રોજ કરવામાં આવ્યો જેમાં સ્વિપર માં ફરજ બજાવતા કમૅચારીઓ 1000 રૂપિયા પગાર ઓછો કરવામાં આવ્યો.વધુમાં એજન્સી ધ્વારા નીચે મુજબ પગાર કરવામાં આવે છે.(1) પટાવાળા – 13000/-(2) સ્વીપર 9800/-(3) આવ્યા-13000/-ઉપરોક્ત જણાવ્યા મુજબ પગાર એજન્સી ધ્વારા થાય છે તેમાં પણ નિયમિત પગાર કરવામાં આવતો નથી તેમજ આજદિન સુધી કર્મચારીઓ ને પગાર સ્લીપ પણ આપવામાં આવી નથી જેથી વર્ગ -4 માં કુલ અંદાજીત 200 જેટલા કમૅચારીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે.J K security agency ધ્વારા વર્ગ 4 ના કર્મચારીઓ ને નિયમિત પગાર કરવામા આવે અને પગાર સ્લીપ આપવામાં આવે તેમજ મળવાપાત્ર પગાર કેટલો છે અને આ એજન્સી કેટલો ચૂકવે છે તેની તપાસ કરી કાર્યવાહી કરવા વિનંતી સાથે વર્ગ -4 ના કમૅચારીઓ, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અરવલ્લીનાઓ એ DDO ને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી





