પતિ પત્નીના ઝગડા માં સુખદ સમાધાન કરાવતી પાદરા 181 અભયમ્ ટીમ

તારીખ ૧૧/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ના ગામમાંથી એક મહિલાને તેમના પતિ દારૂના નશો કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા તેવો કોલ ૧૮૧ પાદરા ટીમ તમને મળ્યો હતો આથી ડ્યુટી પર હાજર ૧૮૧ ટિમ ઘટના સ્થળપર પહોંચી મહિલા નું કાઉન્સિલિંગ કર્યું તો જાણવા મળ્યું કે તેમના પતિ રોજ દારૂનો નશો કરી ઘરે આવે છે ને ખરાબ ગાળો બોલી માનસિક રીતે હેરાનગતિ કરે છે તથા મારઝુુડ કરે છે અને કમાઈ ને ઘરમાં કશું આપતા નથી તથા ઘરના કામમાં મદદ કરતા નથી બાળકોને ભણવા માટે પણ ખર્ચો આપતા નથી જેથી મહિલાના દિયરે તેમજ સાસુએ ૧૮૧ અભયમ ની મદદ માગી છે પરિવાર દ્વારા બે વાર સમાધાન કરવામાં આવ્યું હતું પરતું કોઇ ફરક પડતો નથી તેમ જણાવતા હતા.આથી મહિલા ના પતિ સાથે વાતચીત કરી તથા સમજાવા નો પ્રયત્ન કર્યો અને જણાવેલ કે મહિલાને માનસિક રીતે હેરાનગતિ કરવી નહીં ખરાબ ગાળો બોલવો નહીં અને મારઝુુડ કરવી નહીં અને દારૂનો નશો કરવાનું છોડી દેવું તથા બાળકો પ્રત્યે ધ્યાન આપવું અને ઘરના કામકાજમાં સાથ આપવો અને મહિલા ને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવી નહીં આ વાતથી મહિલાના પતિ સહમત થયા હતા અને જણાવતા હતા કે હવે પછી સુધારો આવી જશે કોઈપણ પ્રકારે હેરાનગતિ કરીશ નહીં અને શાંતિ રાખીશ તેમ જણાવતા હતા આથી મહિલાના પરિવાર પંચના માણસો વચ્ચે લખાણ લખી સુખદ સમાધાન કરેલ છે તથા મહિલા અને કાયદાકીય માહિતી આપી મહિલાના પરિવારેે ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો






