પાદરા અભયમ ટીમ પતિ ના અન્ય સ્ત્રી સાથે સંબંધ ના વિખવાદ મા મદદરૂપ બની..

તારીખ ૦૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં થી એક પરણિત મહિલાનો 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે મારા પતિના અન્ય મહિલા જોડે સંબંધ હોવાના કારણે અમારા બંને વચ્ચે વારં વારં ઝઘડાઓ થાય છે જેમાં 181 ટીમ પાદરા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ને પરિણીત મહિલાનું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે અમે સાત વર્ષ પ્રેમ સંબંધ મા રહ્યા અને પછી બંને પરિવારની મંજૂરીથી સામજ રાહે લગ્ન કર્યો લગ્ન થાય અને અઢી વર્ષ થયા છે અઢી વર્ષ લગ્ન જીવન દરમિયાન મારા પતિના છેલ્લા ત્રણ મહિનાથી અન્ય મહિલા જોડે પ્રેમ સંબંધ છે જેથી મારા પતિ ને સમજાવ્યા પણ નહી સમજતા અને ઝઘડો થયો જેથી હુ પિયર મા જતી રહી અને 6 મહિના રહી ત્યારે પછી છુટાછેડા ની વાત કરતા હતા અને પછી અમારા બન્ને વચ્ચે સમાધાન થયું અને પછી ફરીથી મારો પતિ તે મહિલા જોડ વાત કરે છે અને હુ સમજાવુ ત્યારે ઝઘડો કરી અને માસિક ત્રાસ આપે છે. જેથી 181મહિલા હેલ્પલાઇન ની ટિમ બંને પક્ષ ની અસરકારક કાઉન્સલિંગ કરી કાયદાકીય માહિતી આપી અને મહિલા ના પતિએ પોતો ની ભુલ સ્વીકાર કરી અને માફી માંગી તેમજ ફરી વારં ભુલ નહીં થાય તેની લેખિત બાંહેધરી આપી સમાધાન કરેલ આમ પતિ પત્ની સુખદ નિરાકરણ કરેલ.





