પાલનપુર બાર એસોસિએશન – વર્ષ 2025-26 કારોબારી સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર. વિજેતાઓને વિવિધ હોદ્દાઓ અપાયા

20 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર બાર એસોસિએશનની વર્ષ 2025-26 માટેની કારોબારી સમિતિની ચૂંટણી સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદે *શ્રી ભાવેશકુમાર સી. રાવલ* બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સાથે જ નીચે મુજબના હોદ્દેદારો પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા તમામને અલગ અલગ હો દ્દાઓમાં નિમણૂક કરાઈ હતી
સહમંત્રી : શ્રી ઈકબાલભાઈ વરાળીયા
એલ.આર. : પૂજાબેન ઠક્કર
ખજાનચી : હેમલબેન ઠાકોર ડિસેમ્બર હિતેશ જોશી કારોબારી સભ્ય : હંસાબેન ઠાકોર
બાકીના હોદ્દાઓ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. કુલ 709 મતદારોમાંથી 579 મતદાન થયું હતું, જે આશરે 82% મતદાન દર્શાવે છે. કુલ 12 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવી હતી.
મત ગણતરી બાદ વર્ષ 2025-26 માટે પાલનપુર બાર એસોસિયેશન વિજેતાઓ વિવિધ મુદ્દાઓ અપાયા
ઉપપ્રમુખ પદ
હેમંત મોદી
એમ. એમ. પરમાર
મંત્રી પદ
રમેશભાઈ ચૌધરી
પ્રકાશભાઈ ધારવા
(ચૂંટાયેલા)કારોબારી સભ્યો
ચાવડા યોગેશ
નોણસોલા અલ્તાફ
પટેલ અનિલભાઈ
પટેલ સુરેશચંદ્ર
સોની રવિ
પાલનપુર બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે સંપન્ન થઈ હતી. નવનિયુક્ત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને બાર એસોસિએશનની ગરિમા તથા સભ્યોના હિત માટે કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.





