પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનો વાર્ષિક ઉત્સવ અને પદગ્રહણ સમારોહ યોજાયો
13 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનો વાર્ષિક ઉત્સવ અને પદગ્રહણ સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના સભ્યો હાજર રહ્યા પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનો વાર્ષિક ઉત્સવ અને પદ ગ્રહણ સમારોહ આબુહાઈવે સ્થિત હોટલમાં યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન કરેલી કામગીરી તેમજ નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનો આબુ હાઇવે સ્થિત હોટલમાં વાર્ષિક ઉત્સવ તેમજ પદગ્રહણ સમારોહ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં ગત વર્ષના હોદ્દેદારોએ વર્ષ દરમિયાન કરેલી કામગીરીની વિગતો આપી હતી તેમજ વર્ષ 2025 ના નવીન હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ સુથાર, મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી તેમજ ખજાનચી નિરવભાઈ મોઢની વરણી કરવામાં આવી હતી. તેમજ જુદા જુદા પ્રકલ્પોના સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ હોદ્દેદારો દ્વારા તેમને સોપેલી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવાના શપથ લેવામાં આવ્યા હતા. તેમજ નવીન જોડાયેલા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી શક્તિ સેવા કેન્દ્રના ફાઉન્ડર અને ટ્રસ્ટી ઉષાબેન અગ્રવાલ, જોઈન્ટ જનરલ સેક્રેટરી ભારત વિકાસ પરિષદ ગુજરાત પશ્ચિમ ના દિનેશભાઈ વોરા સહિત મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના સભ્યો હાજર રહ્યા હતા.