GUJARATKARJANVADODARA

કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ ભીની રેતી ની ગાડીઓ ના કારણે અતિ બિસ્માર હાલતમાં.

ભીની રેતી નું ખનન બંધ કરવા માટે કરજણ ના S.D.M ને મૂળનિવાસી એકતા મંચ એ પાઠવ્યું આવેદનપત્ર.

નરેશપરમાર. કરજણ-

કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ ભીની રેતી ની ગાડીઓ ના કારણે અતિ બિસ્માર હાલતમાં.

ભીની રેતી નું ખનન બંધ કરવા માટે કરજણ ના S.D.M ને મૂળનિવાસી એકતા મંચ એ પાઠવ્યું આવેદનપત્ર.

કરજણ તાલુકાની હદ વિસ્તારમાં માંથી પસાર થતો પાલેજ નારેશ્વર નો ૧૯ કિલોમીટરનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. મુખ્ય માર્ગ પર થી રાત દિવસ ભીની રેતી ના ડમ્ફરો ચાલી રહ્યા છે.ભીની રેતી ના ડમ્ફરો માંથી પાણી રોડ ઉપર પડવા થી અવાર નવાર રોડ તૂટી જાય છે.ભીની રેતી ના કારણે રોડ ઉપર કાદવ કીચડ થાય છે નાના વાહન ચાલકો ને વાહન હંકારવા માં મુશ્કેલી સર્જાય છે મોટર સાયકલ વાળા બાઇક સ્લીપ થઈ જવાના અસંખ્ય બનાવો બન્યા છે.વહીવટી તંત્ર ઘોર નિદ્રા માં હોવાથી રાત દિવસ આ માર્ગ પર બિન રોકટોક ભીની રેતી ની ગાડીઓ ચાલુ હોવાથી રાહદારીઓને પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે એ વિસ્તાર માં આવેલી ના લીજ ના મોટા મોટા હાઇવા, ડમફરો ઓવરર્લોડ રેતી ભરીને જતા હોય છે જેના કારણે આ રોડ વારંવાર તૂટી જાય છે..નારેશ્વર એક પવિત્ર યાત્રાધામ આવેલુ હોય દર ગુરૂવારે પૂનમના દિવસે કા તો રવિવારે રજાના દિવસે અનેક શ્રદ્ધાળુઓ રોડ ઉપરથી પસાર થઈને નારેશ્વર જતા હોય છે તે લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ રોડ ઉપર થી તમે પસાર થાવ તો ચોમાસા ની ઋતુ ચાલતી હોય તેમ લાગે.અતિ બિસ્માર હાલતના ના લીધે આ રૂટ ઉપર આવતા ગામો ના નાગરિકોને નોકરી ધંધાઅર્થે જવામાં પણ તકલીફ છે વિદ્યાર્થીઓને સ્કૂલનો સમય પણ સાચવતો નથી ઘણી તકલીફ પડે છે..જેથી આ રોડ ઉપર થી ભીની રેતી ની ગાડીઓ બંધ કરવા માં આવે..માં નર્મદા નદી માંથી ગેરકાયદેસર પુલિયા તોડવા માં આવે,યાંત્રિક મશીનો બાજ નાવડી મારફતે ખનન ની પ્રવૃતિ બંધ કરવામાં આવે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે,ચેક પોસ્ટ ચાલુ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.દિન સાત માં ભીની રેતી નું ખનન જો બંધ કરવા માં નહીં આવે તો જનતા રેડ કરવા માં આવશે તેની તમામ જવાબદારી વહીવટી તંત્ર ની રહશે.

Back to top button
error: Content is protected !!