ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના પુનિયાદ ગામે રહેતા સાઇ ભક્ત મહેશપટેલે આજથી 17 વર્ષ અગાઉ, શ્રીસાઇ પરિવાર ના નામ થી,દશેરા નિમિત્તે સાઇબાબાની પાલખી યાત્રા નો પ્રારંભ કરી સાઇબાબા પ્રત્યેની અતૂટ શ્રધ્ધા વ્યક્ત કરી હતી..જે પરંપરા મુજબ શનિવાર દશેરા ના દિવસે 18 મી પાલખી યાત્રા યોજાઈ હતી..મહેશ પટેલના ઘરે થી નિકળેલી આ પાલખી યાત્રા સમગ્ર ગામમા ફરી ,શ્રી તારકેશ્વર મંદિરે પહોંચવાના સમયે આવી પહોંચેલ કરજણ ધારાસભ્ય અક્ષયપટેલ, સહકારી આગેવાન વિકાસપટેલ,મુકેલ બિરલા,યુવા નેતા ઉદિત ગાંધી સહિત ના આગેવાનો અને સાઇભક્તો મોટી સંખ્યામા પાલખીયાત્રા મા જોડાયા હતા..સોનાના સુગંધ ભળે તેમ,મંદિર અને ગુજરાતી શાળા બહારના પ્રાન્ગણમા રુપિયા પાંચ લાખ ના પેવર બ્લોક ના કામનુ, ધારાસભ્ય અક્ષયપટેલે ખાતમુહૂર્ત કર્યુ હતુ.. આ પ્રસંગે શ્રી સાઇ પરિવાર ધ્વારા ધારાસભ્ય સહિત ના મહાનુભાવોનુ પુષ્પમાળા,પુષ્પ ગુચ્છ અને સાઇબાબા ની સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયુ હતુ..