પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
પંચમહાલમાં મનરેગા કૌભાંડનો આક્ષેપ: કોંગ્રેસ દ્વારા તપાસની માંગ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસની માંગ કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, જય ભારત સંગઠન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. મનમોહનસિંહજીની સરકારે દેશના ગરીબોને ઘેર બેઠા વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના બનાવી હતી. આ યોજનાના અમલીકરણ માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે. મનરેગા યોજનાના કુલ ખર્ચમાંથી ૬૦% રકમ ગરીબ લોકોને મજૂરી પેટે મળે તેવો જોગવાઈ છે અને ૪૦% રકમ મટીરીયલ પાછળ ખર્ચ કરવાનો કાયદો બનાવેલો છે.
આક્ષેપ મુજબ, જાંબુઘોડા તાલુકામાં આ કૌભાંડ થયું છે. જાંબુઘોડા તાલુકો રાજ્યનો સૌથી નાનો તાલુકો છે, જેની વસ્તી અંદાજે ૪૨ હજાર છે. આ તાલુકામાં ૫૧ ગામ આવેલા છે, જેમાં ૩૦ થી ૪૦ સુખી સિંચાય યોજનાનો લાભ મેળવે છે અને ખેડૂતો પિયત કરી પોતાનું જીવન ગુજરાન કરે છે. અંદાજે ૪૦૦ જેટલા કુવા તથા બોર દ્વારા ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે. આ તાલુકામાં મજૂરી મળતી નથી. આ તાલુકામાં ૨૬ જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે.
આ આવેદનપત્ર સુપરત કરતી વખતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમાર તથા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના સર્વ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે મનરેગા કૌભાંડની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.