GUJARATMORWA HADAFPANCHMAHAL

ગોધરા:- અંધશ્રદ્ધા ના કારણે દિયર દેરાણી દ્વારા મોટા ભાભી પર ડાકણ બાબતે આરોપ લગાવી ઝગડો કરતા પંચમહાલ ગોધરા અભયમ ટીમ મદદે

ગોધરા

નિલેશકુમાર દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના મોરવા (હ ) તાલુકાના નજીકના વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પીડિતાનો કોલ આવતા જણાવેલ કે મારાં દિયર મારાં પર ડાકણ બાબતે આરોપ લગાવી ઝગડો કરી અપશબ્દો બોલે છે અને ઘર છોડી દેવાની ધમકી આપે છે જેથી મદદ માટે જાણ કરેલ.

પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે મારાં દિયરની છોકરી 3 દિવસ થી બીમાર છે તેઓ છોકરીને ભુવા પાસે લઇ ગયા અને વિધિ કરાવી. ત્યારબાદ જોવડાવી ને ઘરે પરત આવી મોટે મોટે થી અડકાતરી રીતે અપશબ્દો બોલવા લાગ્યા. નજીકમાં મારું ઘર હોવાથી અમને સાંભળાવતા હતાં. જેથી અમે આ બાબતે સમાજના લોકો એકઠા કર્યા તો અમે અમારા ઘરે બીમારી લાગતા નામ વગર અપશબ્દો બોલ્યા તેમ કરી સમાજના લોકો સામે તે લોકો અમને ખોટા સાબિત કરી છૂટી ગયા. ત્યારબાદ આજ રોજ ફરી મારાં દિયરની તબિયત બગડતા તે લોકો ફરી અપશબ્દો બોલવા લાગ્યા. તેમજ તેને અહિયાંથી માલસામાન સાથે બહાર મોકલી દો તેમજ મારી નાખો તેવી ધાક ધમકી આપવા લાગ્યા. જેથી 181 પર જાણ કરી.

181 ટીમ સ્થળ પર પહોંચી પીડિતાના દિયર દેરાણીનું અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. તેમજ ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને હોસ્પિટલ લઇ જઈ સારવાર કરાવવા માટે સમજ આપી. તેમજ કોઈ બીમાર પડે તો અંધશ્રદ્ધા માં આવી ભુવા પાસે જઈ આ રીતે ખોટા આરોપ લગાવી કોઈ પણ વ્યક્તિ ને અડકતરી રીતે અપશબ્દો નહિ બોલવા તેમજ ધાક ધમકી નહિ આપવા સમજ આપી. આ રીતે કોઈ પર ડાકણ બાબતે આરોપ લગાવી ઝગડો કરવો તે ગુનો બને છે તે વિશે સમજ આપતાં પીડિતાના દિયર દેરાણીને તેમની ભૂલ સમજાઈ. અને તેમને બાંહેધરી આપી કે અમે અંધશ્રદ્ધા માં આવી આ પ્રમાણે અડકાતરી રીતે અમારા મોટાભાભીને અપશબ્દો બોલ્યા જે અમારી ભૂલ થઇ ગઈ. હવેપછી ઘરમાં કોઈ બીમાર પડે તો તેની સારવાર હોસ્પિટલ જઈને કરાવીશુ.આ રીતે અંધશ્રદ્ધા માં આવી ઝગડો નહિ કરીએ કે ધાકધમકી નહિ આપીયે.

પીડિતાના દિયર દેરાણીને તેમની ભૂલ સમજાઈ અને આ રીતે ફરીવાર ખોટા ડાકણ બાબતેના આરોપ લગાવી ઝગડો નહિ કરવા બાંહેધરી આપતાં પીડિતાએ પણ તેમને એક સુધારવા માટે તક આપી. અને ફરીવાર ઝગડો કરશે તો આગળ લીગલી કાર્યવાહી કરીશ. આમ 181 ટીમ દ્વારા અસરકારક કાઉન્સિલિંગ કરી બંને પક્ષને સમજવી વડીલોની સાક્ષીમાં સુખદ સમાધાન કરાવેલ.

આમ, 181 ટીમ દ્વારા અંધશ્રદ્ધા માં આવી દિયર દેરાણી દ્વારા ડાકણ બાબતે આરોપ લગાવી ઝગડો કરતા હતાં તે બાબતે તેમની ભૂલનો અહેસાસ કરાવવા બદલ અને તેમને હોસ્પિટલ લઇ જઈ સારવાર કરાવવા માટે સાચી સલાહ આપવા તેમજ સમયસર મદદ પહોંચાડવા બદલ પીડિતાએ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!