GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ પુરવઠા અધિકારી એચ. ટી. મકવાણાની અનાજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી

જીલ્લા પુરવઠા વિભાગે અતુલ શક્તિથી લોડીંગ રીક્ષામાંથી ૨૨ કટ્ટા ફોર્ટીફાઈડ ચોખાનો સરકારી જથ્થો ઝડપ્યો*

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા


****************
*છબનપુરમાં આવેલ એક ભંડારમાંથી સ્થાનિક સરપંચ લાભુભાઈના કહેવાથી લઈ જવામાં આવી રહેલા ચોખા અને વાહન સહિત 2.42 લાખનો મુદ્દામાલ જપ્ત*
*****************
*1689 કટ્ટા જેની કુલ કિમત રૂપિયા 36.36 લાખનો જથ્થો અનઅધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ જથ્થો સીઝ કરાયો*
*******************

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર,પંચમહાલ ગોધરાના એચ. ટી. મકવાણા અને તેઓની જીલ્લા પુરવઠા અધિકારીની ટીમ સવારે તેઓની ફેરણીમાં હતા ત્યારે તેઓને ગોધરા થી બામરોલી રોડ પર આવેલ ગાય સર્કલ પાસે અતુલ શક્તિથી લોડીંગ રીક્ષાનો શંકાના આધારે પીછો કરતા અતુલ શક્તિ ગાડી નંબર GJ 17 VV 4023 શંકાના આધારે ઉભી રાખી તેમાંથી ૨૨ કટ્ટા ફોર્ટીફાઈડ ચોખાનો સરકારી જથ્થો મળી આવ્યો હતો આ દરમિયાન ડ્રાઈવરને પૂછતાજ કરતા સદર ૨૨ કટ્ટા માંથી ૧૪ કટ્ટા નીલમ ટ્રેડર્સમાંથી અને ૮ કટ્ટા ગાય સર્કલની સામે આવેલ બેનામી અનાજની પેઢીના માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા ધ્વારા ભરવામાં આવેલ હતો જે જથ્થો ગોધરા તાલુકાના છબનપુરમાં આવેલ લાભુભાઈ સરપંચની ઘરે ઉતારવા કહેવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગની તપાસણી ટીમ દ્વારા તપાસ કરતાં અનાજની બેનામી પેઢીમાંથી અનાજ અને વાહન સહીત રૂપિયા 5.10 લાખનો મુદ્દામાલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. ટીમ દ્વારા તપાસણી કરતા કોઈ પણ પ્રકારનું હિસાબી રેકર્ડ નિભાવેલ ન હોય તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારીઓનું હુકમ ૧૯૭૭ની વિવિધ જોગવાઇઓનો ભંગ કરેલ છે. તેમજ નીલમ ટ્રેડર્સમાંથી 31.25 લાખનો અનઅધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ છે. તપાસણી ટીમ ધ્વારા વધુ તપાસણી કરતા કોઈ પણ પ્રકારનું હિસાબી રેકર્ડ નિભાવેલ ન હોય હતું. તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારીઓનું હુકમ ૧૯૭૭ની વિવિધ જોગવાઇઓનો ભંગ કરવામાં આવ્યો હતો. આમ, બંને પેઢીમાંથી ચોખા, ઘઉં, ડાંગર, તુવેર, ચણા, બાજરી, મકાઈ, બંટી તેમજ કોદરા સહીતની બિનહિસાબી આવશ્યક ચીજવસ્તુ રેકર્ડ નિભાવેલ ન હોવાથી 1689 કટ્ટા જેની કુલ કિમત રૂપિયા 36.36 લાખનો જથ્થો અનઅધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ જે જથ્થો સીઝ કરેલ છે. જે નીલમ ટ્રેડર્સના પ્રોપરાઈટર પરેશભાઈ ઈસ્મતરાય સોનૈયા અને બેનામી અનાજની પેઢીના ગોડાઉન માલિક તુલસીદાસ ગીરધરદાસ સોનૈયા બંને પેઢી ધ્વારા ભારત સરકારના વિવિધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ન કરી તેમજ હિસાબી રેકર્ડ ન નિભાવી અને અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ જથ્થો સીઝ કરી નીલમ ટ્રેડર્સના પ્રોપરાઈટર પરેશભાઈ ઈસ્મતરાય સોનૈયા અને બેનામી અનાજની પેઢીના ગોડાઉન માલિક તુલસીદાસ ગીરધરદાસ સોનૈયા સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

YouTube player

Back to top button
error: Content is protected !!