KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના નાની કાનોડ ના યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત
તારીખ ૦૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નાની કાનોડ ગામે રહેતા ૨૦ વર્ષીય યુવાન રાજદીપ દશરથભાઈ ચૌહાણ ગત ગુરુવારના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘઉ મા નાખવાની દવા પી જતા તેઓને દવા સારવાર માટે ગોધરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે શુક્રવારના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા આઈસીયુ વોર્ડમાં સારવાર દરમિયાન શનિવારના રોજ તેઓનું મરણ થયું હતું જે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ મનુસિંહ રામસિંહે કાલોલ પોલીસ મથકે જાણ કરાવતા કાલોલ પોલીસે જાણવા જોગ નોંધ કરી સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ તપાસ હાથ ધરી છે.