HALOLPANCHMAHAL
હાલોલમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૬.૨૦૨૪
આગામી ૧૭ જૂન સોમવાર નાં રોજ મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ- અદહા તહેવારને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ ના પીઆઇ કેતન ચૌધરીની અધ્યક્ષતામાં આજે રવિવારે ફ્લેગ માર્ચ યોજાઇ હતી .જેમાં ઇદ નાં તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ઈદના તહેવારની ઉજવણી થાય જેને લઇ તકેદારી નાં ભાગરૂપે હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.જેમાં હાલોલ ટાઉન પીઆઈ કેતન ચૌધરી,પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ તેમજ એસઆરપી ગ્રુપ ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી.








