GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાની ગણદેવા, અગાસી અને જલાલપોર આઈ.ટી.આઈ.માં ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાલીમાર્થીઓને ધ્યાનના માધ્યમથી સંતુલિત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું*

તા.૫ એપ્રિલ નવસારી જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગણદેવા, અગાસી અને જલાલપોર ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) માં  ત્રિદિવસીય  ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. દૈનિક જીવનમાં વિદ્યાર્થીઓ તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એ ઉદ્દેશ્યથી ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાર્ટફુલનેસ સંસ્થાના સર્ટિફાઇડ ટ્રેનર્સ દ્વારા દરમિયાન નવસારી જિલ્લામાં ગણદેવા, અગાસી અને જલાલપોર આઈ.ટી.આઈ.માં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયો-ચાર આધારિત કૃષિ પદ્ધતિ અને વિઝડમ આધારિત નોલેજ અંગે પણ તલસ્પર્શી સમજણ આપવામાં આવી હતી.

એકાત્મ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી યોજાયેલ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં ગણદેવા ખાતે આચાર્યશ્રી પરિમલ પટેલ અને કોઓર્ડીનેટરશ્રી બિપિન વૈદ્ય, અગાસી ખાતે આચાર્યશ્રી જિગ્નેશ પટેલ તેમજ જલાલપોર ખાતે આચાર્યશ્રી  યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય આઈ.ટી.આઈ.માં યોજાયેલ ધ્યાન સત્રોમા ૪૭૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકશ્રી વિનયભાઇ ચાવડા, શ્રી નીતિબેન ચાવડા, શ્રી શિતલબેન પારેખ, શ્રી ધર્મેશ પારેખ,  શ્રી પીંકીબેન શાહ, શ્રી પ્રીતિબેન પારેખ તેમજ શ્રી ઉમેશભાઇ પારેખ દ્વારા તાલીમાર્થીઓને ધ્યાન શીખવવામાં આવ્યું હતું.       

Back to top button
error: Content is protected !!